પાવાગઢથી દર્શન કરી પરત ફરતા શ્રધ્ધાળુઓનો થયો અકસ્માત, એક મહિલાનો લીધો ભોગ - Pavagadh Pilgrims Accident

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Aug 6, 2022, 6:23 PM IST

Updated : Feb 3, 2023, 8:25 PM IST

પંચમહાલ: સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢમાં દર્શનાર્થે આવેલા વડોદરાના ભકતોની ટેમ્પો ટ્રાવેલરને માચીથી ઉતરતા અકસ્માત(Pavagadh Pilgrims Accident ) થતા એક મહિલાનું મોત નીપજ્યું અને પંદર જેટલા ભક્તો ઘવાયા હતા. જે તમામને 108 એમ્બુલન્સની મદદથી હાલોલ રેફરલ હોસ્પિટલ(Halol Referral Hospital) ખાતે સારવાર અર્થે લવાયા હતા. જ્યારે બે લોકોને ગંભીર ઈજાઓ હોવાથી વધુ સારવાર માટે વડોદરા ખસેડવામાં આવ્યા છે. વડોદરાના તરસાલીમાં સ્થાયી થયેલા પરિવાર સાથે 20થી વધુ ભક્તો મિનિબસ લઈ પાવાગઢ દર્શનાર્થે આવ્યા હતા. દર્શન બાદ દર્શન કરી પરત ફરતા સમયે માચીથી નીચે બાવામન મસ્જિદ પાસે તેઓની મીનીબસ પલ્ટી જતાં અકસ્માત સર્જાયો હતો. ભક્તોની બસ પલટી ખાઈ જતા દોડધામ મચી જવા પામી હતી. પોલીસ સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો હતો. ઘવાયેલા ભક્તોને મિનિબસમાંથી બહાર કાઢી હાલોલ રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડયા હતા. અકસ્માત સ્થળે એક મહિલાનું મોત નીપજ્યું હતું. 15 જેટલા ઈજાગ્રસ્ત ભક્તોને હાલોલ રેફરલ હોસ્પિટલ પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. બે ભક્તોને ગંભીર ઇજાઓ હોવાથી વધુ સારવાર માટે વડોદરા રીફર કરવામાં આવ્યા હતા. આ અંગે મીની બસચાલકને પૂછતાં ઢાળમાં ઉતરતા બ્રેક ન લાગતા સ્પીડમાં બસ પર કાબૂ ન રહ્યો અને અકસ્માત થયો હતો.
Last Updated : Feb 3, 2023, 8:25 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.