ધારાસભ્ય સામેથી પોતાના નામ જાહેર કરે : સી.જે.ચાવડા - ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022
🎬 Watch Now: Feature Video
ભારતના 15માં રાષ્ટ્રપતિની ચૂંટણીના મતદાન સમયે કોંગ્રેસના ધારાસભ્યો દ્વારા ક્રોસ વોટિંગનો કાળો કકળાટ (Cross Voting in Presidential Elections) સામે આવ્યો છે. 18 જુલાઈએ ગુજરાત વિધાનસભામાં રાષ્ટ્રપતિની ચૂંટણીમાં કોંગ્રેસના 7 જેટલા ધારાસભ્યોએ ક્રોસ કોટિંગ (Cross coating of Congress MLAs ) કર્યું છે. ત્યારે આ બાબતે ગુજરાત વિધાનસભાના વિપક્ષના દંડક સી જે ચાવડાએ (Congress leader CJ Chavda ) ઈટીવી ભારત સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે રાષ્ટ્રપતિની ચૂંટણીમાં કોઈ પક્ષ વ્હીપ જાહેર કરતાં નથી. જ્યારે મતદાન કરતી સમયે કોઈ સભ્ય પોતાના મત ઓબ્ઝર્વરને બતાવતા પણં નથી. જ્યારે રાષ્ટ્રપતિની ચૂંટણીનું મતદાન કોન્ફિડન્સયલ હોય છે. કોંગ્રેસના જે પણ ધારાસભ્યોએ ક્રોસ વોટિંગ કર્યું છે તેવા તમામ ધારાસભ્યોને ગોતવામાં આવશે અને તેમની પાસે સ્પષ્ટતા કરાવવામાં આવશે. જો કોઈ પણ પ્રકારની સ્પષ્ટતા રહેશે નહીં અથવા તો ભારતીય જનતા પાર્ટી માટે કૂણું વલણ સ્પષ્ટ દેખાશે તો ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022માં (Gujarat Assembly Election 2022 ) આવા ધારાસભ્યોને ટિકીટ આપવામાં આવશે નહીં.
Last Updated : Feb 3, 2023, 8:25 PM IST