Congress Protest In Radhanpur : સરકારના બહેરા કાન ઉખાડવા માટે પ્રદર્શન : રઘુ દેસાઈ
🎬 Watch Now: Feature Video
પાટણ : રાધનપુર નગરપાલિકામાં છેલ્લા કેટલાક મહિનાથી ચીફ ઓફિસર, એસ.આઈ અને ટાઉન પ્લાનર સહિત મહત્ત્વના અધિકારીઓની જગ્યાઓ ખાલી હોવાને કારણે નગરજનોને પૂરતા પ્રમાણમાં સુવિધાઓ મળતી નથી. હાલમાં રાધનપુર શહેરમાં ઠેર-ઠેર ગંદકીના ઢગ ગટરો ઊભરાવવાની સમસ્યા (Radhanpur Municipality Vacancy) તેમજ પૂરતા પ્રમાણમાં પાણી ન મળતું હોવાને કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠયા છે. આ બાબતે આ વિસ્તારના ધારાસભ્ય પ્રકૃતિ દેસાઇએ મુખ્યપ્રધાન અને શહેરી વિકાસ પ્રધાનને અનેકવાર લેખિતમાં માંગ કરી હતી. છતાં આજદિન સુધી સરકાર દ્વારા કોઇ કાર્યવાહી ન કરાતા ના છૂટકે આજે ધારાસભ્ય દેસાઈએ નગરજનોને સાથે રાખી નગરપાલિકા ખાતેથી રેલી યોજીને સરકાર સામે સૂત્રોચ્ચારો પોકારી નાયબ કલેકટર કચેરી (Congress Protest In Radhanpur) ખાતે પહોંચી ધરણા પર ઉતર્યા હતા. કોંગ્રેસ રઘુ દેસાઈએ જણાવ્યું હતું કે, સરકારના બહેરા કાન ઉખાડવા માટે આજે રેલી યોજી (Congress Rally in Radhanpur) ધરણા પ્રદર્શન કર્યા છે જો સરકાર દ્વારા અમારી માંગ સંતોષવામાં નહીં આવે તો દર સોમવારે રાધનપુરના વિવિધ વોર્ડમાંથી રેલી યોજવામાં આવશે. તેમ છતાં પણ માંગ નહીં સંતોષાય તો સમગ્ર રાધનપુર નગરજનોને ગાંધીનગર ખાતે લઈ જવામાં આવશે.
Last Updated : Feb 3, 2023, 8:23 PM IST