પાટણ કોગ્રેસની ઉમેદવાર સેન્સ પ્રક્રિયા શરુ, 4 બેઠકો માટે 42 દાવેદાર - પાટણ કોગ્રેસની ઉમેદવાર સેન્સ પ્રક્રિયા શરુ

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Sep 23, 2022, 8:47 PM IST

Updated : Feb 3, 2023, 8:28 PM IST

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 ( Gujarat Assembly Election 2022 ) અંતર્ગત કોંગ્રેસ દ્વારા પાટણ જિલ્લાની ચાર બેઠકો (4 Seats Of Patan ) ઉપર ઉમેદવારોની પસંદગી માટે સેન્સ લેવાની પ્રક્રિયા પ્રદેશ કોંગ્રેસના નિરીક્ષકો દ્વારા હાથ ધરવામાં આવી હતી. જેમાં 4 બેઠકો માટે 42 જેટલા ઉમેદવારોએ ( Congress 44 Claimant for 4 Seats ) દાવેદારી નોંધાવી છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ ઉત્તર ઝોનના પ્રભારી વીરેન્દ્રસિંહ રાઠોડ ( Congress North Zone in charge Virendrasinh Rathod ) તેમજ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખ કાદિર પીરઝાદાની આગેવાની હેઠળ કોંગ્રેસના સીટીંગ ધારાસભ્યો સિવાયના દાવેદાર ઉમેદવારોના સેન્સ ( Congress Candidate sense process starts in Patan ) લેવાની પ્રક્રિયા પાટણના નવા સર્કિટ હાઉસ ખાતે હાથ ધરવામાં આવી હતી. જેમાં પાટણ વિધાનસભા બેઠક માટે 8,  સિધ્ધપુર બેઠક માટે 9 ચાણસ્મા બેઠક માટે 19 અને રાધનપુર  બેઠક માટે 6 ઉમેદવાર મળી કુલ 42 ઉમેદવારોએ દાવેદારી નોંધાવી હતી. આ તમામ દાવેદારોને નિરીક્ષકોએ સાંભળ્યા હતાં. જેમાં ચાણસ્મા બેઠક ઉપર સ્થાનિક ઉમેદવારને જ મૂકવામાં આવે તેવી માંગ સ્થાનિક લોકો દ્વારા કરવામાં આવી હતી. છેલ્લા ત્રણ દિવસથી ઉત્તર ગુજરાતના છ જિલ્લાઓમાંથી કોંગ્રેસની ટિકિટ માટેના 100 ઉપરાંત દાવેદારોના સેન્સ લેવામાં આવ્યા છે.
Last Updated : Feb 3, 2023, 8:28 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.