હોલીવુડની ડાયનાસોર વર્લ્ડ મુવીની યાદ કરાવશે આ ડાયનાસોર પાર્ક - Gujarat Dianosour Park
🎬 Watch Now: Feature Video
16.50 કરોડના ખર્ચે તૈયાર થયેલ વિશ્વનું ત્રીજા નંબરનું ડાયનાસોર પાર્ક (Dianosour Park In India) મ્યુઝિયમ ફેઝ-2 ગુજરાતના મુખ્ય પ્રધાન ભુપેન્દ્ર પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું. મ્યુઝીયમ ફેઝ 2 (Gujarat Dianosour Park) આકર્ષણનું કેન્દ્ર હશે. જેમાં રિયલ સાઈઝ તથા સ્કેલ મુજબનો ડાયનાસોરનું સ્ટેચ્યુ, સ્કેલ ડાઉન કરેલા વિવિધ 25થી 30 ડાયનાસોરના સ્ટેચ્યૂ, 3D સ્ટીરિયો સ્પીકર, વર્ચ્યુલ રિયાલિટી, 3D પ્રોજેક્શન મેપિંગ, ઇન્ટર એક્ટિવ ટચ સરફેસ, 360 ડિગ્રી વર્ચ્યુઅલ રિયાલિટી, ગુજરાત, ભારત, વિશ્વના ડાયનાસોરના ચિત્રો, ચિલ્ડ્રન પ્લેય એરિયા સહિતની સુવિધા ઉભી કરવામાં આવી છે. અંદાજિત 64 મિલિયન વર્ષ પહેલાં 52 હેકટરમાં ડાયણસોરની પ્રજાતિનું (Dianosour Research) અસ્તિત્વ હતું, તેના ફોસીલ અવશેષો થીજીને પથ્થર બની ગયા છે. જે હાલ રૈયોલીમાં ડાયનાસોર પાર્કમાં જોવા મળી આવે છે. મહીસાગર ટુરિસ્ટ સર્કિટ તરીકે વિકસાવવાનું નક્કી કરવામાં આવ્યું છે. જેમાં કડાણા એરિયા ડેવલપમેન્ટ, સ્વરૂપ સાગર લેક ડેવલપમેન્ટ, કલેશ્વરી ડેવલપમેન્ટ, કેદારેશ્વર ધામોદ ડેવલપમેન્ટ, માનગઢ હિલ ડેવલપમેન્ટ, ગળતેશ્વર અને ડાકોર જેવા સ્થળોને ડેવલપ કરાવામાં આવશે. જેના કારણે સ્થનિકોને રોજગારી અને એક નવા પ્રવાસન સ્થળો તરીકે ઉભા થશે.
Last Updated : Feb 3, 2023, 8:24 PM IST