વડોદરાના સિંધરોટ રોડ પર ઇકો કારમાં આગ ભભૂકી, કાર ચાલક જીવતો ભૂંજાઈ ગયો
🎬 Watch Now: Feature Video
વડોદરાના સિંધરોટ રોડ પર કારમાં લાગેલી આગની ઘટનામાં (Sindhrot Road in Vadodara )એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. આ બનાવની જાણ થતાં જ વડીવાડી ફાયર સ્ટેશનના જવાનો તુરંત સ્થળ પર દોડી ગયા હતા. જ્યારે તાલુકા પોલીસ પણ સ્થળ પર( Driver killed in eco car)આવી પહોંચી હતી. આગ પર કાબુ મેળવ્યો હતો. જોકે કારચાલક બહાર નીકળી નહીં શકતા વિકરાળ આગની જ્વાળાઓમાં ભૂંજાઈ જતા તેનું મોત થયું હતું. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી આગળની કાર્યવાહી હાથધરી છે.આગ લાગી કે લગાડવામાં આવી ખરેખર આકસ્મિક ઘટના હતી કે પછી માનવસર્જિત તે દિશામાં પણ તાલુકા પોલીસે તપાસનો દોર લંબાવ્યો છે.
Last Updated : Feb 3, 2023, 8:23 PM IST