ખેડાની નડીયાદ બેઠક પર ભાજપનો ભવ્ય વિજય - Nadiad assembly seat
🎬 Watch Now: Feature Video
ખેડા જીલ્લાના(Kheda Assembly seat) મુખ્ય મથક નડીયાદ(Gujarat Assembly Election 2022) બેઠક પર મુખ્ય દંડક પંકજ દેસાઈનો ભવ્ય વિજય થયો હતો.પંકજભાઈ દેસાઈને કુલ 104369 મત મળ્યા હતા.જ્યારે કોંગ્રેસના ઉમેદવાર ધ્રુવલ પટેલને 50498 મત મળતા પંકજ દેસાઈનો 53871 મતે ભવ્ય વિજય થયો હતો.આ વિજય સાથે સતત છઠ્ઠી ટર્મ માટે નડીયાદ વિધાનસભા બેઠક(Nadiad assembly seat) પર પંકજભાઈએ ભગવો લહેરાવ્યો છે. જીતને પગલે કાર્યકરો અને સમર્થકોમાં ખુશીની લાગણી ફેલાવા પામી હતી. પંકજ દેસાઈએ જણાવ્યું હતું કે હું આ ભવ્ય વિજયનો જશ પ્રજા,કાર્યકર્તા અને સંગઠનને આપું છું. તેમણે રોડ,ગટર,પાણીના વિકાસ કાર્યો કરવા સાથે સ્પોર્ટસ,હેલ્થ, શિક્ષણ એમ તમામ ક્ષેત્રોમાં નડીયાદનો સર્વાંગી વિકાસ કર્યો છે. અને આગામી સમયમાં પણ સર્વાંગી વિકાસ થાય તે માટે કાર્ય કરીશું તેમ જણાવ્યું હતું.
Last Updated : Feb 3, 2023, 8:35 PM IST