ચાર યુવાનો નદીમાં નાહવા પડતા ડૂબ્યા, ગામમાં શોકની લાગણી ફરી વળી - Bhiloda Budheli River Young drowned
🎬 Watch Now: Feature Video
અરવલ્લી જિલ્લાના ભિલોડામાં આવેલી બુઢેલી નદીમાં શનિવારે (Youth drowned lake in Aravalli) સવારના સમયે સિલાદરી ગામના ચાર યુવાનો નાહવા પડ્યા હતા. યુવાનોને ઘરે જવામાં મોડું થતા પરિવારજનોએ શોધખોળ શરૂ કરી હતી. ત્યારે જાણવા મળ્યું કે, યુવાનો નદીમાં નાહવા પડ્યા હતા પછી કોઈએ જોયા નથી. પરિવારજનો તંત્રને જાણ કરી જેને લઈને (Siladari village Death youth) મોડાસા ફાયર ટીમ અને સ્થાનિકોએ નદીમાં શોધખોળ શરૂ કરી હતી. ને આખરે ચાર યુવાનોના મૃતદેહને બહાર કાઢ્યા હતા. એક જ ગામના ચાર યુવાનોના મૃત્યુ થતાં સમગ્ર પંથકમાં શોકની લાગણી પ્રસરી છે. ઘટના સ્થળે તેમજ હોસ્પિટલમાં મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા. ભિલોડા પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે. (Bhiloda Budheli River Young drowned)
Last Updated : Feb 3, 2023, 8:28 PM IST