શહેરમાં નોકરી ન મળતાં અપનાવ્યો એવો રસ્તો કે થઈ ગયો જેલ હવાલે - સયાજીગંજ વિસ્તાર
🎬 Watch Now: Feature Video
આ આરોપી કોઈ સામાન્ય વ્યક્તિ નથી આ છે દુબઈ રિટર્ન વાહનચોર જે 9 કરતા પણ વધારે ભાષાઓનો જાણકાર છે. પહેલા તો આ આરોપી નોકરી માટે આમતેમ ભટક્યો નસીબ અજમાવવા વિદેશ પણ જઈ આવ્યો પરંતુ એક પણ કામમાં સફળતા ન મળતાં શરૂ કરી દીધું એવું કામ કે જેલના સળિયા ગણતો થઈ ગયો. વડોદરા શહેરનો અત્યંત વ્યસ્ત ગણાતો સયાજીગંજ વિસ્તાર કે જ્યાં રેલવે સ્ટેશન, એસટી ડેપો તેમજ એમ એસ યુનિવર્સિટી આવેલી છે. અહીં સેકડો લોકો પોતાના કામ અર્થે આવતા હોય છે. તેવામાં છેલ્લા ઘણા દિવસોથી અચાનક વાહનો ચોરી થવાની ફરિયાદોનું પ્રમાણ વધવા લાગ્યું જેથી સયાજીગંજ પોલીસે ફરિયાદના આધારે અંગત બાતમીદારોને સક્રિય કર્યા અને પછી મળી મોટી સફળતા. પોલીસે ઝડપેલા આરોપીનું નામ રાજુ મોતિયાની છે. રાજુ પોતે આર્થિક રીતે નબળો અને વાહનો પર ફરવાનો શોખીન હોવાથી તેને વાહન ચોરીનો માર્ગ અપનાવ્યો હોવાનું પોલીસ તપાસમાં સામે (Theft incident in Vadodara )આવ્યું છે. એક બે નહીં પરંતુ 14 જેટલા એક્ટિવાની ચોરી કરી હતી. બે દિવસ અગાઉ જેતલપુર બ્રિજ પાસે ચોરી કરેલી એક્ટિવા પાર્ક કરતી વેળાએ જ પોલીસ (Vadodara Police)પહોંચી જતા રાજુની કરતૂતનો ભાંડો ફૂટી ગયો હતો.
Last Updated : Feb 3, 2023, 8:24 PM IST