અંબાજી ભાદરવી પૂનમ મેળો 2022 માટે હંગામી પ્લોટની હરાજીની પ્રક્રિયા શરુ કરાઇ - અંબાજી ભાદરવી પૂનમ મેળો 2022
🎬 Watch Now: Feature Video
યાત્રાધામ અંબાજીમાં (Ambaji Bhadarvi Poonam Mela 2022) ભરાનાર ભાદરવી પૂનમના મેળાની તૈયારી ચાલી રહી છે. જે માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સરકારી જમીન પરના ગેરકાયદે થયેલા દબાણો દૂર કરાવી હાલમાં હંગામી પ્લોટો પાડી તેની હરાજીની પ્રક્રિયા (Plot Auction Process Start ) હાથ ધરવામાં આવી છે. સ્થાનિક તેમજ બહારના વેપારીઓ આ મેળામાં વેપાર ધંધો કરી રોજગારી મેળવી શકે તે માટે સરકારી જમીન ઉપર મેળા પૂરતી દુકાનો માટે હંગામી પ્લોટ બનાવી હરાજીથી વિતરણ વ્યવસ્થા શરુ કરી છે. જેમાં 498 જેટલા વિવિધ માર્ગો ઉપર પ્લોટીંગ (Ambaji Bhadarvi Poonam Fair Plot ) કરવામાં આવ્યું છે. આ જાહેર હરાજી થકી વહીવટી તંત્ર 60 લાખ રૂપિયા ઉપરાંતની ઉપજ મેળવશે. આ ઉપજ અંબાજી આવતા યાત્રિકોની સુખસુવિધા માટે ખર્ચ કરવામાં આવશે. આજે શરુ થયેલી હરાજી 4 સપ્ટેમ્બર સુધી ચાલશે. આજે આ હરાજીમાં મોટી સંખ્યામાં વેપારીઓ ઉપસ્થિત રહી પ્લોટીંગ લેવા માટેની હરાજીની બોલી લગાવી હતી. આ હંગામી પ્લોટ ધારકોએ મેળો પૂર્ણ થતા જગ્યા ખાલી કરવાની રહેશે
Last Updated : Feb 3, 2023, 8:27 PM IST