આ આખું ગામ 'તેલ લેવા ગયું', જુઓ વીડિયો - Oil Tanker overturned
🎬 Watch Now: Feature Video
પલનાડુઃ આંધ્ર પ્રદેશ રાજ્યના પલનાડુ જિલ્લાના નાકરીકલ્લુ મંડલના ચલ્લાગુંડલા ખાતે નરકટ પલ્લી-અડંકી હાઈવે પર અકસ્માત (Accident on National Highway) થયો હતો. ચેન્નાઈથી હૈદરાબાદ જઈ રહેલું એક રાંધણ તેલનું ટેન્કર કાબૂ ગુમાવી (Oil Tanker overturned) દેતાં મુખ્ય માર્ગ પર પલટી ગયું હતું. ટેન્કરમાં રહેલું તેલ રોડની બાજુના ખાડામાં રેલાઈ ગયું હતું. જેને આસપાસના લોકોએ પોતાના મસમોટા પાત્રમાં (People Rush for oil) ભરીને સંગ્રહ કરી લીધો હતો. આસપાસના લોકોને આ અંગેની જાણકારી થતા તેઓ તેલ લેવા માટે ડબ્બા લઈને દોડી ગયા હતા. જોકે, ઘટના સ્થળે પહોંચેલી પોલીસે ટોળાને વિખેરવા હળવો લાઠીચાર્જ પણ કર્યો છે. આ અકસ્માતને કારણે હાઈવે પર લાંબા સમય માટે ટ્રાફિક જામ થઈ ગયો હતો. વાહનચાલકોને આગળ જવામાં પણ મુશ્કેલી પડી હતી. પણ મોંઘું થઈ ગયેલું તેલ મફતમાં મળી રહેતા લોકોએ રીતસરની લાઈન લગાવી હતી. જોકે, ટેન્કર પણ તૂટી જતા અંદરથી તેલ વહેતું થયું હતું. જેને લેવા માટે લોકોએ પડાપડી કરી હતી.
Last Updated : Feb 3, 2023, 8:25 PM IST