છોટા ઉદેપુર જિલ્લામાં આદિવાસી પરંપરા મુજબ લોકોએ દેવની પેઢી બદલી - In Chhota Udepur district
🎬 Watch Now: Feature Video
છોટા ઉદેપુરા : આદિવાસી બહુલ ધરાવતાં છોટા ઉદેપુર જિલ્લામાં( Chhota Udepur district)આદી અનાદી કાળથી પરંપરા(Tribal tradition)રહી છે કે ગામની સીમમાં બિરાજમાન દેવી દેવતાં ઘોડાં તેમજ લાકડાં માંથી ઘડવામાં આવેલા દેવ પ્રતીકો(Tribal goddess)જૂનાં થઈ જાય તો જુના દેવ પ્રતીકો દૂર કરી નવા દેવ પ્રતીકો બદલવા આખું ગામ ભેગું મળી કુલ ખર્ચનો અંદાજીત ખર્ચ કાઢી પ્રત્યેક કુટુંબ દીઠ સરખે હિસ્સે ફંડ ફાળો એકઠો કરી ગામના તમામ દેવી દેવતાઓના દેવ પ્રતીકો (Symbols of tribal gods)બદલવામાં આવે તેને દેવોની પેઢી બદલી તેમ કહેવામાં આવે છે. લગામી ગામના પૂર્વ તાલુકા પંચાયતના પ્રમુખ રાજેશ રાઠવા ETV Bharat સાથે વાત કરતાં જણાવ્યું હતું કે, અમારા લગામી ગામમાં 35 વર્ષ પહેલાં દેવોની પેઢી બદલવામાં આવી હતી. ગામના દેવ સ્થાનોના દેવોના ઘોડાં અને દેવ પ્રતીકો જુના થઈ જતાં ગામ લોકો ભેગા મળી આ વર્ષે દેવોની પેઢી બદલવા સાથે ગામ સાઈઈંદ ઉજવવાનો નિર્ણય લેવાતાં આખા ગામના લોકો સ્વેચ્છાએ ઉદાર હાથે ફંડ ફાળો આપ્યો છે. જેના થઈ આજે અમારા આખા ગામમાં બિરાજમાન 86 જેટલા દેવી દેવતાં ઓના દેવ પ્રતીકોને સાગના લાકડામાંથી નવા ઘડીને રંગ રોગણ કારી નવા દેવ પ્રતીકો અને નવા ઘોડાં ની વિધિવત રીતે સ્થાપના કરવામાં આવી છે.
Last Updated : Feb 3, 2023, 8:11 PM IST