ધોરણ 10-12 બોર્ડના વિદ્યાર્થીઓને મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલનો શુભેચ્છા સંદેશ - Etvbharat, gujarat, cm, board exam
🎬 Watch Now: Feature Video
ગાંધીનગર: 28 માર્ચથી ધોરણ-10 અને 12ની બોર્ડની પરીક્ષાઓની શરૂઆત થઈ રહી છે, ત્યારે 27 માર્ચના મોડી રાત્રે રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે વિદ્યાર્થીઓને પરીક્ષા માટે શુભેચ્છાઓ (Gujarat CM wish students) આપી હતી. આ ઉપરાંત બોર્ડની પરીક્ષા બાબતે રાજ્ય સરકાર શિક્ષણ વિભાગ દ્વારા પણ તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે. જ્યારે સમગ્ર વર્ષ દરમિયાન કરેલી મહેનતનું પરિણામ પરીક્ષાથી પ્રાપ્ત થશે તેવી શુભેચ્છાઓ પણ રાજ્યના મુખ્યપ્રધાન પટેલે રાજ્યના 14 લાખથી વધુ વિદ્યાર્થીઓને આપી હતી. રાજ્યના શિક્ષણ અધિકારીઓની કચેરીઓમાં જિલ્લા કંટ્રોલ રૂમ પણ શરૂ કરવામાં આવશે, જે સવારે 7 વાગ્યાથી રાત્રીના 8 વાગ્યા સુધી કાર્યરત રહેશે.
Last Updated : Feb 3, 2023, 8:21 PM IST