Ahmedabad Murder Case : મિત્રો વચ્ચે બોલાચાલી થતા મિત્રે જ મિત્રને મોતને ઘાટ ઉતાર્યો - Ahmedabad Murder Case
🎬 Watch Now: Feature Video
અમદાવાદ : રાયખડ વિસ્તારમાં એક યુવકની તેમના પરિચિત યુવકે છરીના (Ahmedabad Murder Case) ઘા મારી હત્યા કરી હોવાનો બનાવ સામે આવ્યો છે. નજીકમાં રહેતા રોહિત નામના શખ્સ વહેલી સવારે ધ્રુવના ઘર આસપાસ સાડા ત્રણ વાગે આવ્યા હતા. અને કહેતા હતા કે, તારા ઘરની નજીક દર્શન કહાર ફરે છે. જેથી તારા ઘરની વસ્તુનું ધ્યાન રાખજે. તેમણે ત્યાર બાદ ઘરમાં તપાસ કરતા ઘરમાંથી મોબાઈલ (Friend killed Friend) મળી આવ્યા ન હતા. રોહિતને મોબાઈલ મળતા ન હતા. ત્યારે દર્શન કહાર આ વિસ્તારમાં દેખાતા રોહિત તેને મળવા ગયો હતો. જેને કહ્યું કે મારો મોબાઈલ તે લીધો હોય તો આપી દે એટલે દર્શનના ખિસ્સા તપાસતાં તેની પાસેથી મોબાઇલ મળ્યા નહિ. તે બાબતે બંને વચ્ચે બોલાચાલી થઈ હતી. એટલામાં દર્શન ઉશ્કેરાઈ જતા ધ્રુવને છાતીમાં તીક્ષ્ણ હથિયારના (Murder in Raikhad Area) ઘા ઝીકી હત્યા કરી નાખી હતી. જો આ મામલે પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે..
Last Updated : Feb 3, 2023, 8:20 PM IST