બાપુનગરમાંથી રૂપિયા એક લાખના MD ડ્રગ્સ સાથે યુવક ઝડપાયો - એક લાખના MD ડ્રગ્સ સાથે યુવક ઝડપાયો
🎬 Watch Now: Feature Video
અમદાવાદ: સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમે બાપુનગર સુંદરમ નગરમાંથી એક યુવકને રૂપિયા એક લાખના એમ ડી ડ્રગ્સ સાથે ઝડપી પાડયો હતો.(A youth was caught with MD drugs ) એસઓજીની ટીમને મળેલી બાતમીના આધારે પીઆઈ એ.ડી.પરમાર તથા સ્ટાફે બાપુનગર સુંદરમનગરમાં વોચ ગોઠવી ત્યાંથી પસાર થતા મોહંમદ આઝમ ઉર્ફે ટાઇગર મોહંમદ સલીમ શેખને રોકીને તપાસ કરતા તેની પાસેથી મેફેડ્રોન (9 ગ્રામ, 690 મિલીગ્રામ) મળી આવતાં પોલીસે આરોપી વિરુદ્ધ એનડીપીએસ એક્ટની કલમ 8(સી)21(બી),29 મુજબ ગુનો દાખલ કરી ધરપકડ કરી હતી.
Last Updated : Feb 3, 2023, 8:32 PM IST