ETV Bharat / sukhibhava

Covid infection in pregnant women: પ્લેસેન્ટા સગર્ભા સ્ત્રીઓમાં રીસેપ્ટર ACE-2 સ્તરને નિયંત્રિત કરવામાં સક્ષમ, જાણો કંઇ રીતે

તાજેતરના સંશોધનમાં એવો ઉલ્લેખ છે કે, સગર્ભા સ્ત્રીઓમાં તેમની પ્લેસેન્ટા ચેપનું (Covid infection in pregnant women) કારણ બનેલા રીસેપ્ટર ACE-2ના સ્તરને ઘટાડાવામાં (ACE2 receptor in placenta in pregnant Women) મદદગાર છે. તેના લીધે ડિલિવરી દરમિયાન સમસ્યાઓનો ખતરો અને ગર્ભમાં સંક્રમણનો ખતરો (Risk of covid 19 to fetus) ઓછો થઈ જાય છે. વધુ વાંચો...

Covid infection in pregnant women: પ્લેસેન્ટા સગર્ભા સ્ત્રીઓમાં રીસેપ્ટર ACE-2 સ્તરને નિયંત્રિત કરવામાં સક્ષમ, જાણો કંઇ રીતે
Covid infection in pregnant women: પ્લેસેન્ટા સગર્ભા સ્ત્રીઓમાં રીસેપ્ટર ACE-2 સ્તરને નિયંત્રિત કરવામાં સક્ષમ, જાણો કંઇ રીતે
author img

By

Published : Feb 9, 2022, 11:41 AM IST

ન્ચૂઝ ડેસ્ક: સામાન્ય રીતે લોકો એવું વિચારે છે કે, સગર્ભા સ્ત્રીઓમાં કોરોના સંક્રમણની (Covid infection in pregnant women) અસર તેમના ગર્ભાશયમાં રહેલા બાળકને પણ થઈ શકે છે અથવા ઈન્ફેક્શનને પગલે મહિલાઓની ડિલિવરી સમયે સમસ્યા ઉત્પન્ન થાય છે. જે ઘણા ખરા અંશે સાચું છે, પરંતુ તાજેતરના સંશોધનમાં માહિતી મળી છે કે, કોવિડ 19 વાયરસને (Covid 19 virus) આપણા કોષોમાં પ્રસારિત કરનાર રીસેપ્ટર ACE-2નું સ્તર સામાન્ય ગર્ભાવસ્થા કરતા કોવિડ પોઝિટિવ સગર્ભા સ્ત્રીઓમાં નોંધપાત્ર રીતે ઓછું જોવા મળે છે.

ગર્ભાવસ્થામાં પ્લેસેન્ટા ACE-2નું સ્તર ઘટાડે છે, જાણો કારણ

અમેરિકન જર્નલ ઓફ પેથોલોજીમાં પ્રકાશિત બોસ્ટન યુનિવર્સિટી સ્કૂલ ઓફ મેડિસિનના સંશોધકોએ અહેવાલ આપ્યો છે કે, જો કોઈ મહિલા ગર્ભાવસ્થા દરમિયાન કોરોના પોઝિટિવ આવે છે, તો પ્લેસેન્ટા ACE-2નું સ્તર ઘટાડે છે, જે કોવિડ 19 વાયરસને ગર્ભ સુઘી જતા અટકાવે છે. આ અભ્યાસ માટે સંશોધકોની ટીમે જુલાઈ 2020 અને એપ્રિલ 2021 વચ્ચે ગર્ભવતી મહિલાઓ તેમજ આ સ્થિતિમાં જેણે બાળકને જન્મ આપ્યો હોય તેવી મહિલાઓના જૂથમાંથી પ્લેસેન્ટા એકત્રિત કર્યા હતા.

આ પણ વાંચો: Metabolic Syndrome symptoms : મેટાબોલિક સિન્ડ્રોમ વિવિધ સમસ્યાઓનું જૂથ, જાણો તેના વિશે..

ગર્ભવતી મહિલાને લઇને કરાયું સંશોઘન

ઉલ્લેખનીય છે કે, કોવિડ-19 ફેલાતો વાયરસ છે, જે ગર્ભવતી મહિલાઓને પર ઘણો અસર કરે છે. ગર્ભાવસ્થા દરમિયાન ગર્ભમાં રહેલા બાળક સુધી સંક્રમણ પહોચવાના જોખમને લઈને કોરોના વચ્ચે ઘણા સંશોધનો કરવામાં આવ્યા છે. જેમાં સંશોધકો અને વૈજ્ઞાનિકોએ ગર્ભમાં રહેલા બાળકના સ્વાસ્થ્ય પર અસર તથા અને ડિલિવરી દરમિયાન કોરોનાને કારણે ઉત્પન્ન થનારી સમસ્યાઓ સહિત અન્ય મુદ્દાઓની તપાસ કરી હતી. બોસ્ટન યુનિવર્સિટી સ્કૂલ ઓફ મેડિસિનના સંશોધનમાં, ડિલિવરી પહેલા અને તે દરમિયાન કોરોનાને કારણે થતી શારીરિક સ્થતિઓ વિશે સંશોધન કરવામાં આવ્યું હતું. આ શોધમાં પ્લેસેન્ટાની ભૂમિકા અને રીસેપ્ટર ACE-2ની સ્થિતિ વિશે વધુ માહિતી એકત્રિત કરવાનો પ્રયાસ કરાયો હતો.

આ અભ્યાસમાં થયો ખુલાસો

સંશોધનના તારણોમાં, યુનિવર્સિટીના બાળરોગના સંશોધક અને સહાયક પ્રોફેસર એલિઝાબેથ એસ. ટૈગલુરે જણાવ્યું કે, આ અભ્યાસમાં ખુલાસો થયો છે કે, કોવિડ વાયરસને આપણા કોષોમાં પહોંચાડનાર રીસેપ્ટર ACE-2નું સ્તર સામાન્ય ગર્ભાવસ્થા કરતા કોરોના સંક્રમિત ગર્ભવતી મહિલાઓમાં નોંધપાત્ર રીતે ઓછું જોવા મળે છે.

કોવિડથી બચાવવા માટે પ્લેસેન્ટાની ક્ષમતા પર વધુ સંશોધન

આ સંશોધનમાં સંશોધકોએ પ્લેસેન્ટા અને શરીરના અન્ય ભાગો પર તેની અસર કેટલી થાય છે તે વિશે પણ અભ્યાસ કર્યો હતો. સાથે જ ફેફસાના વિવિધ પ્રકારના રોગોને સમજવાની દિશામાં માહિતી એકત્ર કરવાનો પ્રયાસ પણ હાથ ધરાયો હતો. આ સંશોધન કોરોના વાયરસને રોકવાના માર્ગ તરીકે ACE-2ને નિયંત્રિત કરવાની આવશ્યક ભૂમિકાને સાબિત કરે છે. જો બાળકોને કોવિડથી બચાવવા માટે પ્લેસેન્ટાની ક્ષમતા પર વધુ સંશોધન કરવામાં આવે તો તે માત્ર બાળકોમાં કોરોના સંક્રમણના ફેલાવાને રોકવા માટે જ નહીં, પરંતુ અન્ય સારવારના ક્ષેત્રમાં પણ મહત્વપૂર્ણ માહિતી આપી શકે છે. આ વાતનો ઉલ્લેખ સંશોધનમાં કરાયો છે.

આ પણ વાંચો: Buransh benefits for health: સ્વસ્થ રહેવામાં બુરાંશ કરે છે મદદ, જાણો તેના ફાયદા

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.