ETV Bharat / state

મોરબીમાં પાણી ચોરી કરનારને 125 આસામીને ફટકારાયો 12.92 કરોડનો દંડ - WATER THEFT

મોરબી જીલ્લામાં વ્યાપક પાણી ચોરી મામલે પાણી પુરવઠા વિભાગે 125 આસામીઓને કુલ 12.92 કરોડનો દંડ ફટકાર્યો છે. જાણો...

'હજુ કાર્યવાહી ચાલુ રહેશે' - પાણી પુરવઠા અધિકારી
'હજુ કાર્યવાહી ચાલુ રહેશે' - પાણી પુરવઠા અધિકારી (Etv Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Nov 28, 2024, 10:58 PM IST

મોરબી: જીલ્લામાં એક તરફ બેરોકટોક પાણી ચોરી થઈ રહી છે તો બીજી તરફ ગામડાઓમાં જરૂરી પાણીનો પુરવઠો પહોંચતો ન હોવાને પગલે પાણી પુરવઠા વિભાગની ટીમે મોરબી અને માળિયા તાલુકાના 14 ગામોમાં ઓચિંતા ચેકિંગ કરી હતી. આ ચેકિંગ દરમિયાન હોટેલ, બિલ્ડીંગ, પેટ્રોલ પંપ સહિતના 125 આસામીઓ પાણી ચોરી કરતા ઝડપાયા હતા જેમને પાણી પુરવઠા વિભાગ દ્વારા કુલ 12.92 કરોડનો દંડ ફટકારવામાં આવ્યો છે.

મોરબી-માળિયા તાલુકાના ૧૪ ગામોમાં થતી હતી 'પાણી ચોરી': GWIL દ્વારા પાઈપલાઈન મારફત મોરબી, રાજકોટ, જામનગર તેમજ દ્વારકા જીલ્લામાં પાણી પૂરું પાડવામાં આવે છે. આ પાઈપલાઈનમાં મોરબી નજીક અનેક સ્થળોએ ગેરકાયદે કનેક્શન લઈને પાણી ચોરી કરવામાં આવતી હતી. પરિણામે જામનગર અને દ્વારકા સુધી પાણી પહોંચતું ન હતું, જેને પગલે પાણી પુરવઠા બોર્ડ અને GWIL દ્વારા મોરબી તાલુકાના અમરેલી, લુંટાવદર, પીપળીયા, જુના નાગડાવાસ, બરવાળા, ખેવારીયા, ધરમપુર, હજનાળી, વીરપરડા અને જેપુર તેમજ માળિયા તાલુકાના ઘાટીલા, ખાખરેચી, વેણાસર, ચાચાવદરડા, સહિતના 14 ગામોમાં ચેકિંગ કરવામાં આવ્યું હતું.

મોરબીમાં પાણી ચોરી કરનારને કુલ 12.92 કરોડનો દંડ ફટકાર્યો
મોરબીમાં પાણી ચોરી કરનારને કુલ 12.92 કરોડનો દંડ ફટકાર્યો (Etv Bharat Gujarat)

પાણી પુરવઠા વિભાગની ટીમોએ પાણી ચોર ઝડપી દંડ ફટકાર્યો: જિલ્લાના 14 ગામોમાં હોટેલ, બિલ્ડીંગ બાંધકામ, શાળા, પેટ્રોલ પંપ અને જીનીંગ મિલ સહિતની 125 જગ્યાએ ગેરકાયદે પાણી ચોરી કરવામાં આવતી હોવાનું ધ્યાને આવતા તંત્રએ તમામ કનેક્શન કાપી નાખ્યા છે, અને પાણી ચોરી કરનાર પેઢી, સંસ્થા અને શાળાઓને રૂપિયા 1.18 લાખથી લઈને 3.97 કરોડ સુધીનો મળીને કુલ 12.92 કરોડનો દંડ ફટકાર્યો છે.

મિનરલ વોટરના ધંધાર્થીને 3.97 કરોડનો દંડ ફટકાર્યો: મોરબીના અમરેલી ગામ નજીક આવેલ રાજા બ્રાન્ડ પાણીનો ધંધો કરતા આકાશ બેવરેજીસ દ્વારા પાણીની મુખ્ય લાઈનમાં ગેરકાયદે જોડાણ મેળવી પાણી ચોરી કરવામાં આવતી હતી. આ બાબતને ધ્યાને રાખી પાણી ચોરી બદલ પાણી પુરવઠા વિભાગ દ્વારા રૂપિયા 3.97 કરોડનો દંડ ફટકારવામાં આવ્યો છે.

અન્ય દંડનીય સંસ્થા કે પેઢીની વાત કરી તો, દસ લાખથી વધુ દંડ ફટકારાયો હોય તેવા આસામીઓની યાદીમાં ગ્રીન વિંગ (ચાચાવદરડા) ને રૂપિયા 21.68 લાખ, આર્યન ઇન્ડસ્ટ્રીઝ (ખાખરેચીને 15.95 લાખ, મેટા ગો ગ્રીન (ચાચાવદરડા) ને 12.30 લાખ, સન પોલીમર્સ પીપળીયાને 10.51 લાખ, વિનય સ્કૂલ પીપળીયાને રૂ 21.59 લાખ, આશાપુરા મિનરલ્સને 12.30 લાખ, સ્ટેરીયન સિંકને 15.95 લાખ, રસબસ મેન્યુફેક્ચરિંગને 15.95 લાખ, રિયો સિરામિકને 13.94 લાખ, જયંતીભાઈ પારેજીયાને 13.21 લાખ, જીએફસી ક્રોપ સાયન્સને 10.27 લાખ, સિવાય એગ્રીકોમને 12.84 લાખ, લઈટેક ફેબ્રિકને 14.06 લાખ, ક્રિષ્ના ટ્રેડર્સને 10.51 લાખ, ભરત જીનીંગને 17.49 લાખ, મેટ્રો ટેકનોપેકને 14.33 લાખ, તેમજ શુભમ ઇન્ડસ્ટ્રીઝને રૂપિયા 10.51 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે.

સમગ્ર ઘટના અંગે પાણી ચોરી કામગીરી મામલે પાણી પુરવઠા અધિકારી વાકાણીએ જણાવ્યું હતું કે, 'ચોરી કરનાર આસામીઓને દંડ ફટકાર્યો છે તેમજ આગામી દિવસોમાં હજુ પણ કાર્યવાહી ચાલુ રહેશે.'

આ પણ વાંચો:

  1. મોરબીમાં પાટીદાર સમાજના 150-200 યુવાનોએ કેમ હથિયારના લાયસન્સ માટે આવેદન આપ્યું?
  2. ખેતી અને લોખંડ ક્ષેત્રનો સમન્વય: અમરેલીની આ વ્યક્તિ ઓટોમેટિક ઓરણી બનાવી કરે છે વિદેશમાં નિકાસ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.