ETV Bharat / state

ઉમરગામના ઘોડીપાડા ખાતે ઉજવાયો આંતરરાષ્ટ્રીય આદિવાસી દિવસ

ઉમરગામઃ જળ, જંગલ, જમીન અને પર્યાવરણ સાથે જોડાયેલી આદિવાસી સમાજની ભવ્ય પ્રાચીન સંસ્કૃતિના વારસાને ટકાવી રાખવાના હેતુસર વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના ધોડીપાડા ખાતે આવેલા સાંસ્કૃતિક હોલમાં આંતરરાષ્ટ્રીય આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

આંતરરાષ્ટ્રીય આદિવાસી દિવસ
author img

By

Published : Aug 12, 2019, 3:58 AM IST

ઉમરગામ તાલુકા પંચાયત પ્રમુખ મણીલાલ પટેલની અધ્યક્ષતામાં ઉમરગામ તાલુકાના ધોડીપાડા સાંસ્કૃતિક હોલ ખાતે આંતરરાષ્ટ્રીય આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમમાં મહાનુભાવોના હસ્તે આદિવાસી દેવતાઓ અને બિરસા મુંડાની પ્રતિમાની પૂજા, ફુલહાર અર્પણ વિધિ તેમજ દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમનો શુભારંભ કરાયો હતો. આ અવસરે મહાનુભાવોના હસ્તે તેજસ્વી આદિવાસી વિદ્યાર્થીઓ, ખેલાડીઓ, સ્પર્ધકો, શ્રેષ્ઠ પશુપાલકો અને સામાજિક કાર્યકરોનું સન્માન અને લાભાર્થીઓને લાભોનું વિતરણ કરાયું હતું.

આંતરરાષ્ટ્રીય આદિવાસી દિવસ

આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે, આદિવાસી સમાજ આંતરરાષ્ટ્રીય આદિવાસી દિવસની ઉજવણી છેલ્લા ઘણા વર્ષોથી કરતો આવ્યો છે. આદિવાસી સંસ્કૃતિ અને નૃત્યો સમગ્ર વિશ્વમાં પ્રચલિત છે. કુળદેવીની પૂજા કરતો આદિવાસી સમાજ હંમેશા બીજાની ભલાઈનું જ વિચારે છે. આદિવાસી સમાજનો ભવ્ય ઇતિહાસ અને અસ્મિતા જાળવી રાખવા માટે સૌના સહયોગની અપેક્ષા મહાનુભાવોએ વ્યકત કરી હતી.

રાજ્ય સરકારે આદિવાસીઓના વિકાસ માટે અનેકવિધ યોજનાઓ અમલમાં મૂકી છે. જંગલની જમીન આદિવાસી ખેડૂતોના નામે કરવાનું ભગીરથ કાર્ય આ સરકારે કર્યું છે. એજ રીતે સ્વાતંત્ર સંગ્રામમાં આદિવાસી વીરોનું યોગદાન વિષય ઉપર વક્તવ્ય પણ યોજવામાં આવ્યું હતું. ગૌરવશાળી ગુજરાતની અસ્મિતાને જાળવી રાખવામાં પહેલું પગલું હંમેશા આદિવાસી સમાજનું રહ્યું છે. એવું જણાવતા મહાનુભાવોએ વધુમાં જણાવ્યું હતું કે, આદિવાસી સમાજના બલિદાનોની વાત આવનારી પેઢીમાંથી વિસરાઈ ન જાય અને આવનારા યુગમાં આદિવાસી વિરાસતની વાતો સૌ જાણે, ઈતિહાસના પાને પ્રજવલ્લિત રહે તે હેતુથી મા નર્મદાના સાનિધ્યમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીના પરિસરમાં વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના સંકલ્પથી રાષ્ટ્રીય કક્ષાનું આદિવાસી સ્વાતંત્ર્ય વીરોનું રાષ્ટ્રીય મ્યુઝીયમ આકાર લઈ રહ્યું છે. જે આદિવાસી વિકાસ માટે ગૌરવની વાત છે.

ઉમરગામ
આંતરરાષ્ટ્રીય આદિવાસી દિવસ

આંતરરાષ્ટ્રીય આદિવાસી દિવસની ઉજવણી નિમિત્તે વડવાઓની વિરાસતને યાદ કરી સાથે મળી માં ભોમ, પ્રકૃતિ, જંગલો અને જળની રક્ષા કરવા સંકલ્પબદ્ધ બનવા અનુરોધ કરાયો હતો. મહિલા સશક્તિકરણ પખવાડિયાના ભાગરૂપે સંકલિત બાળ વિકાસ યોજના ઉમરગામ દ્વારા સ્વૈચ્છિક સંસ્થાઓના સહયોગથી વાનગી નિર્દેશન યોજાયું હતું. સમાજસેવા સહિત અન્ય સેવાકીય પ્રવૃત્તિ ક્ષેત્રે સંકળાયેલ એવી આદિવાસી મહિલાને સન્માનપત્ર આપી શાલ ઓઢાડી સન્માનિત કરાયા હતા.

આ અવસરે આદીજાતી વિકાસ યાત્રા ડોક્યુમેન્ટરી ફિલ્મનું નિર્દેશન, સાંસ્કૃતિક હોલના પટાંગણમાં મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ, વિવિધ શાળાના વિદ્યાર્થીઓએ મનમોહક સાંસ્કૃતિક કાર્યક્રમો, પ્રાર્થના, આદિવાસી મહિમાગાન અને આદિવાસી નૃત્ય રજૂ કર્યા હતા. અંતમાં ઉપસ્થિત મહાનુભાવો અને આદિવાસી ભાઇ-બહેનોને બેટી બચાવો અંતર્ગત શપથ લેવડાવવામાં આવ્યા હતાં.

કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ મણીલાલ પટેલ, તાલુકા પંચાયત પ્રમુખ જયાબેન પટેલ, ડોક્ટર તેજસ પટેલ, અગ્રણી મુકેશભાઈ પટેલ, ઉમરગામ મામલતદાર વિવિધ ગામોના આદિવાસી સરપંચો આદિવાસી અગ્રણીઓ સહિત મોટી સંખ્યામાં આદિવાસી ભાઇ-બહેનો ઉપસ્થિત રહ્યા હતા.

Intro:ઉમરગામ :- જળ, જંગલ, જમીન અને પર્યાવરણ સાથે જોડાયેલી આદિવાસી સમાજની ભવ્ય પ્રાચીન સંસ્કૃતિના વારસાને ટકાવી રાખવાના હેતુસર વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના ધોડીપાડા ખાતે આવેલ સાંસ્કૃતિક હોલમાં આંતરરાષ્ટ્રીય આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

Body:ઉમરગામ તાલુકા પંચાયત પ્રમુખ મણીલાલ પટેલની અધ્યક્ષતામાં ઉમરગામ તાલુકાના ધોડીપાડા સાંસ્કૃતિક હોલ ખાતે આંતરરાષ્ટ્રીય આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમમાં મહાનુભાવોના હસ્તે આદિવાસી દેવતાઓ અને બિરસા મુંડાની પ્રતિમાની પૂજા, ફુલહાર અર્પણ વિધિ તેમજ દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમનો શુભારંભ કરાયો હતો. આ અવસરે મહાનુભાવોના હસ્તે તેજસ્વી આદિવાસી વિદ્યાર્થીઓ, ખેલાડીઓ, સ્પર્ધકો, શ્રેષ્ઠ પશુપાલકો અને સામાજિક કાર્યકરોનું સન્માન અને લાભાર્થીઓને લાભોનું વિતરણ કરાયું હતું.

આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે, આદિવાસી સમાજ આંતરરાષ્ટ્રીય આદિવાસી દિવસની ઉજવણી છેલ્લા ઘણા વર્ષોથી કરતો આવ્યો છે. આદિવાસી સંસ્કૃતિ અને નૃત્યો સમગ્ર વિશ્વમાં પ્રચલિત છે. કુળદેવીની પૂજા કરતો આદિવાસી સમાજ હંમેશા બીજાની ભલાઈનું જ વિચારે છે. આદિવાસી સમાજનો ભવ્ય ઇતિહાસ અને અસ્મિતા જાળવી રાખવા માટે સૌના સહયોગની અપેક્ષા મહાનુભાવોએ વ્યકત કરી હતી.

રાજ્ય સરકારે આદિવાસીઓના વિકાસ માટે અનેકવિધ યોજનાઓ અમલમાં મૂકી છે. જંગલની જમીન આદિવાસી ખેડૂતોના નામે કરવાનું ભગીરથ કાર્ય આ સરકારે કર્યું છે. એજ રીતે સ્વાતંત્ર સંગ્રામમાં આદિવાસી વીરોનું યોગદાન વિષય ઉપર વક્તવ્ય પણ યોજવામાં આવ્યું હતું. ગૌરવશાળી ગુજરાતની અસ્મિતાને જાળવી રાખવામાં પહેલું પગલું હંમેશા આદિવાસી સમાજનું રહ્યું છે. એવું જણાવતા મહાનુભાવોએ વધુમાં જણાવ્યું હતું કે, આદિવાસી સમાજના બલિદાનોની વાત આવનારી પેઢીમાંથી વિસરાઈ ન જાય અને આવનારા યુગમાં આદિવાસી વિરાસતની વાતો સૌ જાણે, ઈતિહાસના પાને પ્રજવલ્લિત રહે તે હેતુથી મા નર્મદાના સાનિધ્યમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીના પરિસરમાં વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના સંકલ્પથી રાષ્ટ્રીય કક્ષાનું આદિવાસી સ્વાતંત્ર્ય વીરોનું રાષ્ટ્રીય મ્યુઝીયમ આકાર લઈ રહ્યું છે. જે આદિવાસી વિકાસ માટે ગૌરવની વાત છે.

આંતરરાષ્ટ્રીય આદિવાસી દિવસની ઉજવણી નિમિત્તે વડવાઓની વિરાસતને યાદ કરી સાથે મળી માં ભોમ, પ્રકૃતિ, જંગલો અને જળની રક્ષા કરવા સંકલ્પબદ્ધ બનવા અનુરોધ કરાયો હતો. મહિલા સશક્તિકરણ પખવાડિયાના ભાગરૂપે સંકલિત બાળ વિકાસ યોજના ઉમરગામ દ્વારા સ્વૈચ્છિક સંસ્થાઓના સહયોગથી વાનગી નિર્દેશન યોજાયું હતું. સમાજસેવા સહિત અન્ય સેવાકીય પ્રવૃત્તિ ક્ષેત્રે સંકળાયેલ એવી આદિવાસી મહિલાને સન્માનપત્ર આપી શાલ ઓઢાડી સન્માનિત કરાયા હતા.

આ અવસરે આદીજાતી વિકાસ યાત્રા ડોક્યુમેન્ટરી ફિલ્મનું નિર્દેશન, સાંસ્કૃતિક હોલના પટાંગણમાં મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ, વિવિધ શાળાના વિદ્યાર્થીઓએ મનમોહક સાંસ્કૃતિક કાર્યક્રમો, પ્રાર્થના, આદિવાસી મહિમાગાન અને આદિવાસી નૃત્ય રજૂ કર્યા હતા. અંતમાં ઉપસ્થિત મહાનુભાવો અને આદિવાસી ભાઇ-બહેનોને બેટી બચાવો અંતર્ગત શપથ લેવડાવવામાં આવ્યા હતાં.

Conclusion:કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ મણીલાલ પટેલ, તાલુકા પંચાયત પ્રમુખ જયાબેન પટેલ, ડોક્ટર તેજસ પટેલ, અગ્રણી મુકેશભાઈ પટેલ, ઉમરગામ મામલતદાર વિવિધ ગામોના આદિવાસી સરપંચો આદિવાસી અગ્રણીઓ સહિત મોટી સંખ્યામાં આદિવાસી ભાઇ-બહેનો ઉપસ્થિત રહ્યા હતા.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.