આગામી તારીખ 23 એપ્રિલના રોજ કસભાની ચૂંટણીમાટે સોમવારે ઉમેદવારી ફોર્મ ખેંચાવની અંતિમ તારીખ હતી. જેમાં બપોરે 3 વાગ્યા સુધીમાં એક પણ ઉમેદવારે પોતાની ઉમેદવારી પરત ન ખેંચતા આખરે ચૂંટણી ચિત્ર સ્પષ્ટ બન્યું છે. જેમાં વલસાડ અને ડાંગ 26 બેઠક પરથી જે ઉમેદવારો ફાઇનલ થયા છે તે નીચે મુજબ છે.
- 1 પટેલ પંકજભાઈ લલ્લુભાઈ - ભારતીય ટ્રાઇબલ પાર્ટી
- 2 ડૉ.ખાલપાભાઈ સી પટેલ - ભારતીય જનતા પાર્ટી
- 3 કિશોર રમણભાઈ પટેલ - બહુજન સમાજ પાર્ટી
- 4 ચૌધરી જીતુભાઇ હરજીભાઈ - કોંગ્રેસ
- 5 ગાંવીત જયેન્દ્ર લક્ષ્મણ - અપક્ષ
- 6 પટેલ નરેશ બાબુભાઇ - સરદાર વલ્લભભાઈ પટેલ પાર્ટી
- 7 બાબુભાઇ તલાવીયા - બહુજન મુક્તિ પાર્ટી
- 8 ગૌરાંગ રમેશભાઈ પટેલ - અપક્ષ
- 9 પટેલ ઉમેશ મંગલભાઈ પટેલ - અપક્ષ
રાજકીય પાર્ટી સહિત 3 અપક્ષમાંથી પણ ઉમેદવારી કરી છે. ત્યારે હવે આગામી દિવસમાં 23 એપ્રિલના રોજ યોજાનારી ચૂંટણીમાં ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ થયું છે.
નોંધનીય છે કે, વલસાડ અને ડાંગ 26 બેઠક ઉપર કુલ 2,056 મતદાન બુથ પરથી કુલ 15,11,959 મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. ત્યારે ગત લોકસભાની ચૂંટણીમાં 72.92 ટકા જેટલું મતદાન થયું હતું.