સુરત: શહેરના ઉધના વિસ્તારમાં ATM માંથી પૈસા ચોરવાનો પ્રયાસ કરનાર બે આરોપીઓને ઉધના પોલીસે ઝડપી પડ્યા છે. પકડાયેલા બંને આરોપીઓએ શોર્ટકટથી રૂપિયા કમાવા માટે ATM માંથી પૈસા ચોરવાનો પ્રયાસ કર્યો હતો. ચોરીની સંપૂર્ણ ઘટના ATMમાં લગાવેલા CCTVમાં કેદ થઇ ગઈ હતી. પોલીસે CCTV ફૂટેજના આધારે બંને આરોપીઓને ઝડપી પાડ્યા છે. આમ, સુરતના ઉધનામાં ATM માંથી પૈસા ચોરવાનો પ્રયાસ કરનાર બે આરોપીઓને ઉધના પોલીસે ઝડપી પડ્યા છે.
ATM માં બે ચોર ઘૂસ્યા: આ બાબતે ઉધના પોલીસ સ્ટેશનના PI એસ.એન. દેસાઈએ જણાવ્યું હતું કે, 17 મી નવેમ્બરના રોજ મોડી રાત્રે ઉધના પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલ ભાઠેના રામદેવ પટ્રોલપંપ પાસે NCR કંપનીના ATM માં બે ચોર ઘૂસ્યા હતા. તેમણે સૌપ્રથમ વખત પૈસા ઉપડ્યા હોવાનું જણાયું હતું, પરંતુ ATM માંથી પૈસા નીકળે તે ભાગ પર પટ્ટી લગાવી હતી. જોકે કોઇક રીતે તેમનો ચોરીનો પ્રયાસ નિષ્ફળ રહ્યો હતો.
CCTV ચેક કરતા સમગ્ર ઘટના સામે આવી: આ સમગ્ર બનાવ ATM માં લગાવેલ CCTVમાં કેદ થઇ ગયો હતો. જોકે બંને આરોપીઓ દ્વારા કોઈ પ્રકારનું નુકસાન થયું નથી, પરંતુ બીજા દિવસે સવારે મેનેજમેન્ટ સ્ટાફ દ્વારા CCTV ચેક કરતા સમગ્ર ઘટના સામે આવી હતી. આ અંગે કંપનીના મેનેજમેન્ટના મેનેજર દ્વારા ઉધરા પોલીસ સ્ટેશનમાં આ બાબતે ફરિયાદ નોંધાવી હતી.
ટેક્નિક શીખવી હોવાનું પોલીસ સમક્ષ કબુલાત: પોલીસે આ મામલે તાત્કાલિક ધોરણે ફરિયાદ લઇ તપાસનો દોર શરૂ કર્યો હતો. તપાસ દરમિયાન જાણવા મળ્યું છે કે, સૌપ્રથમ CCTV ચેક કર્યા બાદ બે ચોરો દ્વારા આ પ્રયાસ કરવામાં આવ્યો હતો. પોલીસે આ પુરાવાના આધારે આજરોજ આરોપી સુરજ કાસુર અને દીપુ સોલાને પાંડેસરા વિસ્તારમાંથી ઝડપી પડ્યા છે. બંને આરોપીઓની પૂછપરછમાં પોલીસને જાણવા મળ્યું હતું કે, બંને આરોપીઓને શોર્ટકટથી પૈસા કમાવા માંગતા હતા. જેથી તેમના કોઈ મિત્રએ ATM માંથી આવી રીતે પૈસા કાઢવાની ટેક્નિક શીખવી હોવાનું પોલીસ સમક્ષ કબુલાત કરી હતી. જેમાં આરોપી સુરજ ATM ની બહાર વોચમેન તરીકે ઉભો રહ્યો હતો અને આરોપી દીપુ સોલાએ ATM માંથી પૈસા કાઢવાનો પ્રયાસ કર્યો હતો.
આ પણ વાંચો: