સુરેન્દ્રનગર: પાટણ ધારપુરની મેડિકલ કોલેજમાં રેગિંગ પછી વિદ્યાર્થીના મોતને લઈને રાજ્યભરમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. ગત શનિવારે એટલે કે 16મી નવેમ્બરની રાત્રે પાટણની ધારપુર મેડિકલ કોલેજમાં MBBSના ફર્સ્ટ યરમાં અભ્યાસ કરતા અનિલ નટવરલાલ મેથાણિયા નામના વિદ્યાર્થીનું મોત થયું હતું.
વિદ્યાર્થીનું રેગિંગમાં થયું મોત: કોલેજના જ સિનિયર વિદ્યાર્થીઓએ રેગિંગ કરતાં તેનું મોત નીપજ્યું હોવાનો આરોપ છે અને આ મામલે રેગિંગ કરનારા 15 વિદ્યાર્થીઓની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે અને તેમની સામે ફરિયાદ પણ દાખલ કરવામાં આવી છે. પાટણના એડિશનલ ડીન અને પ્રોફેસર અનિલકુમાર ગોકુલસિંહે બાલીસણા પોલીસ સ્ટેશનમાં પોતાની જ કોલેજના 15 વિદ્યાર્થીઓ સામે ફરિયાદ નોંધાવી છે.
વિદ્યાર્થીના ગામમાં શોકનો માહોલ: 18 વર્ષીય અનિલ નટવરલાલ મેથાણિયા આક્સમિક મોતથી તેના ગામ જેસડામાં શોકનો માહોલ પ્રસરી ગયો છે. મૃતક વિદ્યાર્થીના પરિજનોએ કોલેજની અંદર સિનિયર વિદ્યાર્થીઓએ જૂનિયર વિદ્યાર્થીની રેગિંગ કરી હોવાાનો આક્ષેપ કર્યો છે અને આ રેગિંગકાંડમાં સંડોવાયેલા તમામ આરોપી વિદ્યાર્થીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી છે.
આરોપીઓ સામે કાર્યવાહીની માંગ: કોલેજમાં જૂનિયર વિદ્યાર્થીને હેરાન પરેશાન કરીને મરવા મજબૂર કરતા આવા સિનિયર વિદ્યાર્થીઓ સામે કડક કાર્યવાહીની માંગ વિદ્યાર્થીના પરિજનોએ કરી છે. આ વિદ્યાર્થી અનિલ નટવરલાલ મેથાણિયા પરિવારનો એકનો એક દીકરો હતો. આ વિદ્યાર્થીની બહેનના લગ્ન ફેબ્રુઆરીમાં હતા. ત્યારે પોતાના ભાઇને ગુમાવવાનું દુ:ખ 2 બહેનો સહન કરી છે. ત્યારે આ વિદ્યાર્થીનું મોત થતા પરિવાર અને સમગ્ર જેસડા ગામમાં શોકનો માહોલ ફેલાઇ ગયો છે.
આ પણ વાંચો: