ETV Bharat / state

વાપી નગરપાલિકાએ રેલવેના પ્રશ્નો અંગે પશ્ચિમ રેલવેના DRM સાથે કરી બેઠક

author img

By

Published : Jan 15, 2021, 10:48 AM IST

વાપી નગરપાલિકા વિસ્તારને સ્પર્શતા રેલવે અંગેના પ્રશ્નો નિવારવા એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં રેલવે અંગેના પ્રશ્નોની વિગતવાર છણાવટ કરવામાં આવી હતી અને તેના નિરાકરણ માટેનું સમયબદ્ધ આયોજન કરવામાં નગરપાલિકાના સત્તાધીશો અને સાંસદે પશ્ચિમ રેલવેના ડીઆરએમ સાથે બેઠક કરી હતી.

વાપી નગરપાલિકાએ રેલવેના પ્રશ્નો અંગે પશ્ચિમ રેલવેના DRM સાથે કરી બેઠક
વાપી નગરપાલિકાએ રેલવેના પ્રશ્નો અંગે પશ્ચિમ રેલવેના DRM સાથે કરી બેઠક
  • વાપીમાં નગરપાલિકાના સત્તાધીશો, સાંસદ અને પશ્ચિમ રેલવેના ડીઆરએમની બેઠક યોજાઈ
  • વાપી નગરપાલિકા વિસ્તારને સ્પર્શતા રેલવે અંગેના પ્રશ્નોને નિવારવા કરવામાં આવી ચર્ચા
  • પશ્ચિમ રેલવેના DRM એ વાપીની મુલાકાત લીધી

વાપી: વાપી વિસ્તારના રેલવે સંબંધિત પ્રશ્નોના નિરાકરણ માટે વાપી નગરપાલિકાના મિટિંગ હોલમાં પશ્ચિમ રેલ્વેના DRM સત્યાકુમાર સાથે વાપી નગરપાલિકાના પદાધિકારીઓ-અધિકારીઓ અને વલસાડના સાંસદે એક એક મિટિંગનું આયોજન કર્યું હતું. બેઠકમાં વાપી નગરપાલિકા વિસ્તારને સ્પર્શતા રેલવે અંગેના પ્રશ્નોની વિગતવાર છણાવટ કરી નિરાકરણ માટેનું સમયબદ્ધ આયોજન કરવામાં આવ્યું હતું.

પેડેસ્ટ્રિયન સબ-વેનું કામ ઝડપથી પૂર્ણ કરાશે

વાપીના પૂર્વ અને પશ્ચિમના નાગરિકોને અવરજવર કરવામાં સરળતા રહે એ માટેના સબ-વેનું કામ ઝડપથી હાથ ધરવા, વાપી નગરપાલિકા દ્વારા બનાવવામાં આવનાર આ પેડેસ્ટ્રિયન સબ-વેનું કામ સલામતીના કારણોસર તથા ઝડપથી પૂર્ણ થાય એ માટે રેલવે વિભાગ દ્વારા તે કામ ડિપોઝિટ બેસીઝ પર કરવાનું નક્કી થયું હતું. સબ-વેના કામનું ટેન્ડર બહાર પાડી ફેબ્રુઆરી મહિનાના અંત સુધીમાં રેલવે દ્વારા વર્ક ઓર્ડર આપવાનું તથા ચોમાસા પહેલાં સબ-વેના આરસીસી બોક્સને તૈયાર કરી દેવાનું અને ડિસેમ્બરના અંત સુધીમાં સંપૂર્ણ કામ પૂર્ણ થાય એ રીતનું આયોજના કરવાનું નક્કી થયું હતું.

વિકાસના પ્રોજેક્ટ અંગે પણ ચર્ચા કરી

આ ઉપરાંત વાપી પૂર્વમાં રેલવે ટિકિટબારીથી વલસાડ રોડને જોડવા રેલવે યાર્ડમાંથી રસ્તા માટે જગ્યા મેળવવા, સિટી બસ માટે રેલવેની જગ્યામાં કન્ટ્રોલ રૂમની જગ્યા મેળવવા જેવા પ્રશ્નોની ચર્ચા કરી હતી. આમાં ડીઆરએમએ હકારાત્મક પ્રતિભાવ આપી તે કામો માટે રેલવેની જગ્યા મેળવવા જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. તથા જે ટાઈપ રોડ ઉપર વરસાદી પાણીના નિકાલ માટે વધારાના વોટર વે માટે તૈયાર થયેલ આરસીસી બોક્સનું પૂશિંગનું કામ એક મહિનામાં પૂર્ણ કરવા રેલવેના સંબંધિત અધિકારીઓને સૂચના આપી હતી.

સબ-વે ના પ્રોજેક્ટને ડિસેમ્બર સુધીમાં પૂર્ણ કરશે

નગરપાલિકા ખાતે યોજાયેલી મિટિંગમાં સાંસદ ડો. કે.સી. પટેલ, વાપી નગરપાલિકાના પ્રમુખ વિઠ્ઠલ પટેલ, ચીફ ઓફિસર દર્પણ ઓઝા, પશ્ચિમ રેલવેના સિનિયર ડિવિઝનલ એન્જિનિયર (નોર્થ), મુંબઈ, ટાઉન પ્લાનર કલ્પેશ શાહ, માર્ગ અને મકાન વિભાગના નાયબ કાર્યપાલક ઈજનેર જે. કે. પટેલ તથા ડીએફસીસીના અધિકારી રેલવે વિભાગના અન્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.