અમદાવાદ : આજે 02 જાન્યુઆરી, ગુરુવારના રોજ ચંદ્ર મકર રાશિમાં છે. આ રાશિફળમાં આપણે જાણીશું કે કઈ રાશિના જાતકોનું આજનો દિવસ સારો રહેશે. કાર્યક્ષેત્રમાં બધી બાર રાશિઓનો દિવસ કેવો પસાર થશે. કોને મળશે પાર્ટનરનો સાથ. આજનું રાશિફળ ચંદ્ર પર આધારિત છે.
મેષ: આજે મકર રાશિમાં ચંદ્ર છે. આપની રાશિથી દશમ ભાવમાં ચંદ્ર છે. આપ ઘરની બાબતો અંગે વધારે પડતું ધ્યાન આપો. કુટુંબના સભ્યો સાથે બેસીને મહત્વની ચર્ચા વિચારણાઓ કરશો તથા ઘરની કાયાપલટ કરવા માટે કંઇક નવી ગોઠવણ અંગે વિચારશો. આજે આપ જે કાર્ય કરશો તેમાં સંતોષનો અનુભવ થશે. સ્ત્રીઓ તરફથી લાભ મળવાની આજે શક્યતા છે. માતા સાથેના સંબંધો આજે સારા રહે. ઓફિસમાં ઉપરી અધિકારીઓ સાથે અગત્યના મુદ્દાઓ અંગે વિચારવિમર્શ થાય. ઉત્સાહ મંદ ન પડી જાય તેનું ધ્યાન રાખવું.
વૃષભ: આજે મકર રાશિમાં ચંદ્ર છે. આપની રાશિથી નવમ ભાવમાં ચંદ્ર છે. વિદેશ વસતા સ્નેહી કે મિત્રના સમાચાર આપને આનંદવિભોર કરી દેશે. અગર આપ વિદેશ જવાની પેરવીમાં હશો તો આપના માટે તકો ઉભી થાય. લાંબા અંતરની મુસાફરી કરવાનો પ્રસંગ ઉભો થાય. એકાદ ધાર્મિક સ્થળની મુલાકાત આપને આનંદ પમાડશે. ઓફિસ કે વ્યવસાયના સ્થળે કાર્યનું ભારણ વધારે રહે. વેપારધંધામાં આર્થિક લાભ થવાની શક્યતા છે.
મિથુન: આજે મકર રાશિમાં ચંદ્ર છે. આપની રાશિથી અષ્ટમ ભાવમાં ચંદ્ર છે. આપે આપના મિજાજને કાબુમાં રાખવો પડશે જેથી કોઇ સમસ્યા ન સર્જાય. બિમાર વ્યક્તિએ આજે કોઇ નવી ઉપચાર પદ્ધતિ અજમાવવી નહીં કે ઓપરેશન કરાવવું નહીં. ખર્ચ વધતા આર્થિક સંકડામણ અનુભવાય. સ્વાસ્થ્યને લગતી સમસ્યાઓ પહેલાથી જ હોય તેમણે સારવાર અને પરેજીમાં વધુ ધ્યાન આપવું. પ્રભુ સ્મરણથી મન હળવું થશે.
કર્ક: આજે મકર રાશિમાં ચંદ્ર છે. આપની રાશિથી સપ્તમ ભાવમાં ચંદ્ર છે. આજનો દિવસ મનોરંજન અને મોજમસ્તીમાં પસાર થશે. આપ પરિવારજનો કે મિત્રો સાથે ફરવા કે ફિલ્મ જોવા જાવ તેવી શક્યતા છે. આપ સારું ભોજન માણો, સુંદર વસ્ત્રપરિધાન અને અલંકારો કે નવું વાહન ખરીદો તેવા પણ યોગ છે. સમાજમાં આપની પ્રતિષ્ઠા વધશે. વેપાર કે વ્યવસાયમાં ભાગીદારીથી લાભ મેળવી શકશો. વિજાતીય વ્યક્તિઓથી આકર્ષણ અનુભવાય. પ્રેમના માર્ગે આગળ વધી રહેલા પ્રેમીજનોને સફળતા મળશે.
સિંહ: આજે મકર રાશિમાં ચંદ્ર છે. આપની રાશિથી ષષ્ટમ ભાવમાં ચંદ્ર છે. આપના ઘરમાં આનંદનું વાતાવરણ રહેશે. કુટુંબના સભ્યો સાથે આપનો સમય આનંદ ઉત્સાહમાં પસાર થશે. આપનું આરોગ્ય સારું રહેશે. આપને માન-પ્રતિષ્ઠા પ્રાપ્ત થશે અને તેના કારણે ખુશી અનુભવાશે. ઓફિસમાં સહકાર્યકરો આપની મદદ કરશે. આપને બિમારીમાંથી રાહત મળે. મોસાળથી સારા સમાચાર મળે અને તેમનાથી લાભ થાય. વિરોધીઓ આપની સામે હાર સ્વીકારી લેશે.
કન્યા: આજે મકર રાશિમાં ચંદ્ર છે. આપની રાશિથી પંચમ ભાવમાં ચંદ્ર છે. આજે સંતાનોના કાર્યોમાં વધુ વ્યસ્ત ધ્યાન આપવાની સલાહ છે. આપને પેટને લગતી તકલીફો સતાવે. વિદ્યાભ્યાસ માટે વિદ્યાર્થીઓને આજે મહેનત વધારવાની સલાહ છે તેમજ બીજાનું માર્ગદર્શન પણ લેવું પડશે. આજે આપે બૌદ્ધિક વાદ-વિવાદથી દૂર રહેવું જોઇએ. પ્રેમીજનોને પ્રણયમાં સફળતા મળે. પ્રિયજન સાથેની મુલાકાત આનંદથી ભરપૂર રહેશે. આપે શેરસટ્ટાની બાબતમાં સાવચેત રહેવું પડશે.
તુલા: આજે મકર રાશિમાં ચંદ્ર છે. આપની રાશિથી ચતુર્થ ભાવમાં ચંદ્ર છે. આજે વધુ પડતી લાગણીશીલતા .આપના મનને આર્દ્ર ભનાવશે. સ્ત્રી અને માતાને લગતી બાબતોમાં તમારે વધુ શાંતિ અને ધીરજથી કામ લેવાની સલાહ છે. પ્રવાસ માટે સમય યોગ્ય નથી તેથી આજે પ્રવાસનો વિચાર માંડી વાળો તે સલાહભર્યું છે. છાતીમાં પીડા હોય તેવા જાતકોએ સ્વાસ્થ્યની આજે વધુ કાળજી લેવી પડશે. જમીન કે મિલકતની બાબતમાં સાવચેત રહેવું પડશે. વિદ્યાર્થીઓ અભ્યાસમાં એકાગ્રતા માટે મેડિટેશન કરી શકે છે.
વૃશ્ચિક: આજે મકર રાશિમાં ચંદ્ર છે. આપની રાશિથી તૃતીય ભાવમાં ચંદ્ર છે. આજનો આપનો દિવસ આનંદ અને ખુશીની પળોમાં પસાર થશે. આપ નવું કામ શરૂ કરી શકશો. સહોદરો સાથે આપના સંબંધો સારા રહેશે. ભાગ્યમાં વૃદ્ધિ થઇ શકે છે. મિત્રો અને સ્વજનોને મળવાનું થાય. વિરોધીઓ તેમની ચાલમાં ફાવી શકશે નહીં. આપની લોકચાહનામાં વધારો થશે.
ધન: આજે મકર રાશિમાં ચંદ્ર છે. આપની રાશિથી દ્વિતિય ભાવમાં ચંદ્ર છે. આપનો દિવસ મિશ્રફળ આપનારો બની રહેશે. કુટુંબીજનો સાથે મતભેદ કે મનદુઃખ ટાળવા માટે તેમની લાગણી સમજવાનો અને જરૂરિયાતો સંતોષવાનો પ્રયાસ કરવો. આજે આપનું મનોબળ દૃઢ ન હોવાને કારણે નિર્ણય લેવામાં તકલીફ થશે માટે મહત્વના નિર્ણય લેવામાં બીજાની મદદ લેવી. બિનજરૂરી ખર્ચ પર કાબુ રાખવાની સલાહ છે.
મકર: આજે મકર રાશિમાં ચંદ્ર છે. આપની રાશિથી પ્રથમ ભાવમાં ચંદ્ર છે. આજે આપના નિર્ધારિત કાર્યો પાર પડશે. ઓફિસમાં આપનો પ્રભાવ વધશે. પારિવારિક જીવનમાં આનંદ છવાશે. આપના તનમનનું આરોગ્ય સારું રહેશે. મિત્રો અને સ્નેહીજનોને મળીને આનંદ અનુભવાશે. સુરુચિપૂર્ણ ભોજન માણી શકશો તેમ જ સારા વસ્ત્રાલંકારો પહેરવાનો અવસર પ્રાપ્ત થાય.લગ્નજીવનમાં સંતોષ અને ખુશી અનુભવાશે.
કુંભ: આજે મકર રાશિમાં ચંદ્ર છે. આપની રાશિથી દ્વાદશ ભાવમાં ચંદ્ર છે. આપે કોઇના જામીન ન થવું જોઇએ કે કોઇની સાથે રૂપિયાની લેવડ-દેવડ ન કરવી જોઇએ. આપે સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું પડશે, પરિવારજનો સાથે મનદુઃખની કોઈપણ સ્થિતિ ટાળવાની સલાહ છે. કોઇની સાથે મતભેદ કે ચડભડ થાય તો પણ તમારે સમાધાનકારી નીતિ રાખવી અને વહેલી તકે વિવાદનો ઉકેલ લાવવાનો પ્રયાસ કરવો. આજે ગુસ્સા પર અંકુશ રાખવો હિતાવહ છે. બીજા લોકોનું ભલું કરવા જતા પોતાનું નુકસાન ન થઇ જાય તેનું ધ્યાન રાખશો. અકસ્માતથી સંભાળીને રહેવાની સલાહ છે.
મીન: આજે મકર રાશિમાં ચંદ્ર છે. આપની રાશિથી એકાદશ ભાવમાં ચંદ્ર છે. આજનો દિવસ આપના માટે ઘણો સાનુકૂળ છે. ધંધામાં કે નોકરીમાં આપની આવક વધશે. આપના મિત્રો અને વડીલો તરફથી આપને લાભ થઇ શકે. આપ નવા મિત્રો બનાવશો અને આ મૈત્રી લાંબાગાળે ઘણી ફાયદાકારક નિવડશે. કોઇ શુભ પ્રસંગમાં આપ હાજરી આપશો. મિત્રો સાથે બહાર ફરવા જવાનું પણ બને. પરિવારજનો પાસેથી સારા સમાચાર મળે અને અચાનક આર્થિક લાભ થવાની શક્યતા જણાઈ રહી છે.