અમદાવાદ: અમદાવાદ શહેરના શાહઆલમ વિસ્તારમાં હઝરત સૈયદ સિરાજુદ્દીન શાહેઆલમનો ભવ્ય મકબરો આવેલો છે. આ મકબરાને જોવા અને ઝિયારત કરવા માટે ઉર્સના દિવસોમાં દરરોજ 1 લાખથી વધુ લોકો આવે છે. આ વર્ષે હઝરત શાહે આલમ સરકારનું 566મું વર્ષ મનાવવામાં આવી રહ્યો છે.
શાહે આલમ એ કોમી આસ્થાનું એક પ્રતીક છે. અહીં તમામ સમુદાયના લોકો આવતા હોય છે, અને પોતાની બાધા રાખતા હોય છે. પરંતુ શું તમે જાણો છો શાહેઆલમનો આ ભવ્ય મકબરો, મિનારા અને મસ્જિદનનો બાંધકામ કરનાર કોણ હતું ? આર્કિટેક કોણ છે? જાણીશું આ ખાસ અહેવાલમાં..
કોણે બંધાવ્યો હતો શાહેઆલમનો ભવ્ય મકબરો ?
અમદાવાદ શહેરના શાહઆલમ વિસ્તારમાં આવેલો હઝરત સૈયદ સિરાજુદ્દીન શાહેઆલમનો ભવ્ય મકબરો કોમી આસ્થાનું એક પ્રતીક છે. અહીં ન માત્ર મુસ્લિમ પરંતુ તમામ સમુદાયના લોકો પોતાની શ્રદ્ધા સાથે આવે છે. આ મકબરાને જોવા અને ઝિયારત કરવા માટે ઉર્સના દિવસોમાં દરરોજ 1 લાખથી વધુ લોકો આવે છે.
શાહેઆલમ દરગાહના ખાદિમ સુબા ખાન પઠાણે જણાવ્યું હતું કે, હયાતે શાહ આલમ પુસ્તકમાં વર્ણન કરવામાં આવ્યું છે કે, શાહેઆલમનો રોજો 1531-32 દરમિયાન બાંધવાની શરૂઆત કરવામાં આવી હતી. તાજ ખાન નરપાલીએ આ રોજાને બાંધ્યો હતો. તે સમયના એક મોટા આર્કિટેક્ટ પણ હતા. શાહેઆલમનો ભવ્ય મકબરો, મિનારા, મસ્જિદન અને કબ્રસ્તાન બનાવ્યા હતા.
કોણ હતા તાજખાન
તાજખાન નરપાલી બહાદુર શાહના પુત્ર હતા અને મુમતાઝ બેગમના ભાઈ હતા તેથી શાહજહાંના સાળા હતા. તેમના અવસાનને 503 વર્ષ વીતી ગયા છે, અને એમને પણ શાહેઆલમ દરગાહના કબ્રસ્તાનમાં દફનાવવામાં આવ્યા છે. હાલમાં તેમના 503મા ઉર્સની ઉજવણી કરવામાં આવી હતી. જે લોકો જાણતા નથી કે શાહેઆલમ દરગાહ કોણે તામિર કરી હતી. એટલે લોકોને જાગૃત કરવા માટે પણ દર વર્ષે તાજખાન બાબાનો સંદલ ઉર્સ મનાવવામાં આવે છે.
અમે દર વર્ષે શાહેઆલમ દરગાહમાં આવીએ છીએ અને અમને જાણવા મળ્યું કે શાહેઆલમ દરગાહના આર્કિટેકટર એન્જિનિયર તાજ ખાન નરપાલી છે . તેમણે શાહેઆલમ રોજામાં ખુબ જ સુંદર કોતરણી કામ કરીને દરગાહનું બાંધકામ કર્યુ હતું.- શ્રદ્ધાળું
તાજ ખાન નરપાલીનો ઈતિહાસ
ઉલ્લેખનીય છે કે, ગુજરાતી વિશ્વકોશ પ્રમાણે તાજ ખાન નરપાલી ગુજરાતમાં મુઝફ્ફર શાહ બીજા અને બહાદુરશાહના સમયનો(1511-1537) આગ્રગણ્ય અમીર હતા, તે ઉદાર અને પરાક્રમી હતા. મુઝફફરશાહ બીજાએ તેને મઝલીસ-એ-સમી ખાન-એ- આઝમ તાજ ખાનનો ઇલકાબ આપ્યો હતો.
ચાંપાનેરમાં બહાદુર શાહનો રાજ્યાભિષેક થયો ત્યારે તાજખાન ત્યાં હાજર હતા.બહાદુર શાહે સુલતાનપદ ધારણ કર્યું ત્યારે તેમને વઝીર તરીકે નિમવામાં આવ્યા હતા. તેની જાગીર ધંધુકામાં હતી અને અમદાવાદ શહેરના કોર્ટમાં દક્ષિણ બાજુએ આવેલા તાજપુર નામનું પરું વસાવ્યું હતું. તેમણે જ આણંદ થી 10 કિલોમીટર દૂર આવેલા નાપાડ ગામની ઉત્તર બાજુએ તળાવ બંધાવ્યું હતું. તેમણે 24 કમાનો વાળો પુલ બંધાવ્યો હતો અને શોભા તરીકે એક વાવ પણ બનાવી હતી.
અમદાવાદના પરા રસુલાબદમાં શાહેઆલમનો રોજો 1531-32 દરમિયાન બાંધવાની શરૂઆત કરી હતી. આ રોજો દસ વર્ષ બાદ પૂર્ણ થયો હતો તે જોતા તે સ્થાપત્ય કલાનો બેનમુન નમુનો શ્રેષ્ઠ ઐતિહાસિત ધરોહર પણ ગણાય છે.