સુરતઃ કોસંબા પોલીસની હદમાં વાલેસા ખાતે બે દિવસ અગાઉ ગાંધીનગરથી સ્ટેટ વિજિલન્સની ટીમે કીમ ખાડી કિનારે દેશી દારૂની ભઠ્ઠી પર છાપો મારી 3 લાખ 91 હજારના મુદ્દામાલ સાથે 4 લોકોની અટક કરી અન્ય ચાર લોકોને વોન્ટેડ જાહેર કરાયાના ગણતરીના કલાકોમાં જ રાજ્ય પોલીસ વડાની ગાજ વરસી કોસંબા પીઆઈ એમ.કે.સ્વામી અને કોસંબાની બીટ પાલોદ ચોકીના પીએસઆઇ આર.એમ.કોટવાલ સહિત 6 ને સસ્પેન્ડ કરી દેવામાં આવતા ચકચાર મચી ગઈ હતી.
ખાસ કરીને સુરત જિલ્લાના ગામડાઓમાં કેટલાક અંતરીયાળ વિસ્તારોમાં દેશી દારૂની ભઠ્ઠીઓ બેખોફ ધમધમતી હોય છે. જેની સીધી જાણકારી સ્થાનિક ગ્રામજનો દ્વારા ગાંધીનગર સ્થિત વિજિલન્સની ટીમને જાહેર કરવામાં આવતા ગાંધીનગરથી પૂર્વ બાતમીના આધારે બે દિવસ પહેલા કોસંબા પોલીસની હદમાં વાલેસા ગામે કીમ નદી કોતરમાં દેશી દારૂની ભઠ્ઠી પર છેક ગાંધીનગરથી આવી પહોંચી છાપો મારવામાં આવ્યો હતો. જોકે ઉપરોક્ત ઘટનાના પગલે કોસંબા પોલીસનાં પીઆઈ અને પીએસઆઇ સહિત 6 ને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા. જોકે ઉપલા ઉચ્ચ અધિકારી દ્વારા ઉપરોક્ત સસ્પેન્શનનાં પગલે સુરત જિલ્લા પોલીસ બેડામાં નારાજગી સાથે હડકંપ મચી ગયો હતો.
આ દરોડાની કાર્યવાહી દરમિયાન સેલ દ્વારા અઢી લાખથી વધુના દેશી દારુ સાથે કુલ અંદાજીત 4 લાખનો મુદ્દામાલ ઝડપી પાડવામાં આવ્યો હતો. પોલીસે આ મામલે 1. ધવલ મુકેશભાઈ વસાવા ગામ: વાલેસા તા. માંગરોળ, સુરત, 2. સુનિલભાઈ નટુભાઈ વસાવા ગામ: વાલેસા તા. માંગરોળ, સુરત (મજુર ) 3. પ્રજ્ઞેશભાઈ રમેશભાઈ રાઠોડ ગામ: વાલેસા તા. માંગરોળ , સુરત, 4. દિપક ઉર્ફે સન્ની ભરાયભાઈ વસાવા. ગામ: વાલેસા તા. માંગરોળ, સુરતને ઝડપી પાડ્યા છે. જ્યારે 1 ટીનુબેન મુકેશભાઈ વસાવા ગામ: વાલેસા તા. માંગરોળ, સુરત, 2. સુનિતાબેન પ્રવિણભાઈ વસાવા ગામ: વાલેસા તા. માંગરોળ, સુરત, 3. હંશાબેન રમેશભાઈ વસાવા ગામ: વાલેસા તા. માંગરોળ, સુરત, 4. પ્રવિણભાઈ સુમનભાઈ વસાવા. ગામ: વાલેસા તા. માંગરોળ, સુરત. હજુ પણ વૉન્ડેટ છે.