અમદાવાદઃ ખ્યાતિ હોસ્પિટલ કાંડને લઈ દરરોજ નવા સમાચાર સામે આવી રહ્યા છે. ગુજરાત હાઇકોર્ટથી એક મોટા સમાચાર આવ્યા છે કે, ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં ભોગ બનનારા 15 લોકોએ ગુજરાત હાઇકોર્ટમાં અરજી દાખલ કરી છે. એમાં દાદ માંગવામાં આવી છે કે, ભોગ બનનાર 15 અરજદારોની અલગ અલગ ફરિયાદ નોંધવામાં આવે. તેમજ અત્યાર સુધીમાં માત્ર એક જ ફરિયાદ આ મામલે નોંધવામાં આવી છે.
ખ્યાતિમાં ઓપરેશન બાદ દર્દીઓને થઈ રહી છે સમસ્યાઃ વકીલ
આ મામલે અરજદારના વકીલ સિદ્ધાર્થ દેસાઈએ જણાવ્યું હતું કે, ખ્યાતિ હોસ્પિટલ કાંડ મામલે ગુજરાત હાઇકોર્ટમાં દાખલ કરવામાં આવી છે. જેમાં ભોગ બનનાર 15 લોકોએ હાઇકોર્ટને વિનંતી કરી છે કે, તમામ અરજદારોની અલગ અલગ ફરિયાદ નોંધવામાં આવે. જોકે અત્યાર સુધીમાં તો એક જ ફરિયાદ નોંધવામાં આવી છે. ખ્યાતિ હોસ્પિટલ દ્વારા 5 પેશન્ટની પાસે એનજીઓ ગ્રાફી અને એનજીઓ પ્લાસ્ટિક કરવામાં આવી હતી અને 10 દર્દીઓની એનજીઓ પ્લાસ્ટિક કરવામાં આવી હતી. ખ્યાતિ હોસ્પિટલમાં થયેલા ઓપરેશન બાદ દર્દીઓને કોઈના કોઈ તકલીફ થઈ રહી છે અને આ કેસમાં અત્યાર સુધી કોઈ તપાસ એજન્સી કે આરોગ્ય વિભાગ તરફથી અરજદારોના કોઈ જાતના નિવેદનો પણ લેવામાં આવ્યા નથી.
સમગ્ર મામલો
આ કેસની સમગ્ર વિગત એવી છે કે, અમદાવાદના એસજી હાઇવે પર આવેલી ખ્યાતિ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં 11 નવેમ્બર 2024ના દિવસે કડીના બોરીસણા ગામના 19 લોકોની એન્જીયોગ્રાફી અને એ પૈકીના 7 લોકોની એનજીયો પ્લાસ્ટિ કરવામાં આવી હતી. જેમાંથી 2 દર્દીના મોત થતા હોસ્પિટલ પર હંગામો કરવામાં આવ્યો ત્યારે સામે આવ્યું કે ખ્યાતિ હોસ્પિટલના સંચાલકો અને તબીબો દ્વારા પીએમજેએવાય યોજનાનો લાભ લેવા માટે લોકોને ઓપરેશનની જરૂર ના હોવા છતાં ખોટી રીતે ઓપરેશન કરી નખાયા હતા. આ મામલે ફરિયાદ નોંધાયા બાદ સૌપ્રથમ તમામ લોકોના ઓપરેશન કરનારા ડોક્ટર પ્રશાંત વઝીરાણીની ધરપકડ કરવામાં આવી હતી. ડોક્ટર પ્રશાંત વજેરાના રિમાન્ડ પૂર્ણ થતા તેને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યો છે. ત્યાર પછી ક્રાઈમ બ્રાન્ચે એક પછી એક આઠ આરોપીઓની ધરપકડ કરી છે.
ખ્યાતિ કાંડના ઝડપાયેલા આરોપીઓના નામ
- ડોક્ટર પ્રશાંત વઝીરાણી
- ચિરાગ હીરાસિહ બગી સિંહ રાજપુત
- મિલિંદ કનુભાઈ અમરતલાલ પટેલ
- રાહુલ રાજેન્દ્રકુમાર શાંતિલાલ જૈન
- પ્રતિક યોગેશભાઈ હીરાલાલ ભટ્ટ
- પંકિલ હસમુખભાઈ મોહનભાઈ પટેલ
- ડોક્ટર સંજય પાટોળીયા
- રાજશ્રી કોઠારી
ફરાર આરોપીનું નામ
- કાર્તિક પટેલ
112થી વધુ દર્દીઓના મોત
તે સમયે ખ્યાતિ હોસ્પિટલ કેસની તપાસમાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ પાસે છે. ખુલાસો થયો હતો કે ખ્યાતિ હોસ્પિટલમાં પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ છેલ્લા ત્રણ વર્ષમાં 3842 ઓપરેશન કરવામાં આવ્યા હતા. જેમાંથી 112 દર્દીઓના ઓપરેશન દરમિયાન કે ત્યારબાદની સારવાર દરમિયાન મોત નીપજ્યા હતા.