વલસાડઃ વલસાડના તિથલ રોડ સ્થિત આવેલ નૂતન કેળવણી મંડળ સંચાલિત બોઇઝ હોસ્ટેલમાં વલસાડ સીટી પોલીસે રેડ કરી હતી. રેડ દરમિયાન 4 વ્યક્તિઓ મહેફિલ માણતા પકડાયા હતા. જેને પછીથી પોલીસ સ્ટેશન ખાતે લાવી તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. A વિંગમાં રૂમ નંબર 5 માં મહેફિલમાં પોલીસે રંગમાં ભંગ પાડયો હતો.
આ પણ વાંચોઃ Check bounce case: કોંગ્રેસ નેતા દત્તા વિરૂદ્ધ સિટી કોર્ટે જારી કર્યું વોરંટ
ચોક્કસ બાતમી હતીઃ વલસાડ સીટી પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે, વલસાડના નૂતન કેળવણી મંડળ સંચાલિત બોઇઝ હોસ્ટેલમાં કેટલા ઈસમો દારૂની મહેફીલ માણી રહ્યા છે. જેને લઈને પોલીસે આ હોસ્ટેલ માં રેડ કરી હતી. A બ્લોક ના રૂમ નંબર 5 માંથી કુલ 4 વ્યક્તિઓ દારૂની મહેફિલ માણતા ઝડપાયા હતા. તિથલ રોડ પર આવેલી બોયઝ હોસ્ટેલમાં રેડ કરવામાં આવી હતી. પોલીસે અબ્દુલ કાદીર ઉર્ફે સફીખ ઉદ્દીન શેખ,હસમુખભાઈ ડાહ્યાભાઈ બારડ, કૃણાલ વિનોદભાઈ પટેલ,દિવ્યેશ શાંતિ ભાઈ પટેલ, ઝડપી કાયદેસરના પગલાં લીધા છે.પોલીસને પૂર્વ બાતમી મળી હતી કે હોસ્ટેલમાં મહેફિલ ચાલી રહી છે જોકે તેમ છતાં પણ પોલીસે સમગ્ર બાબતે ખાતરી કર્યા બાદ પોલીસે રેડ કરી ત્યારે ત્યાં 4 યુવકો દારૂ ની મહેફિલ કરી રહ્યા હતા પોલીસે 4 ની અટકાયત કરી ને તેમની સામે કાર્યવાહી હાથ ધરી છે ---એ કે વર્મા (ડી વાય એસ પી)
આ પણ વાંચોઃ ભુમાફિયાઓ દ્વારા ભૂસ્તરશાસ્ત્રી અધિકારી અને કર્મચારીઓની જાસૂસી કરાવતા
મુદ્દામાલ જપ્તઃ પોલીસે 2 બોટલદારૂ 4 ગ્લાસ 2 પેપરડીશ સિંગ ચણા મમરા સહિતની વસ્તુઓ જપ્ત કરી લીધી છે. 4 મોબાઈલ ફોન કિંમત રૂપિયા 20,000, એક મોટર સાયકલ 75000 મળી કુલ 95,250 નો મુદ્દમાલ પોલીસે જપ્ત કર્યો છે. આ સાથે 4 યુવકોની અટકાયત કરી છે. સમગ્ર મામલે નૂતન કેળવણી મંડળના સંચાલકો દ્વારા અગાઉ પણ બહારના તત્વ પણ કેમ્પસમાં આવતા હોવાની મૌખિક રજુઆત કરી હતી. આ રજૂઆત બાદ પોલીસ એ વિસ્તારમાં પેટ્રોલિંગ વધાર્યું હતું. હોસ્ટેલમાં બહારના યુવાનો કોણ આવે છે તે અંગે પણ તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. જોકે, પોલીસે એ પણ તપાસ કરી રહી છે કે, આ દારૂ કોણ લાવ્યું અને કેવી રીતે હોસ્ટેલ સુધી દારૂ પહોંચ્યો.