લોકસભા બેઠક માટે ભાજપે ગુજરાતના 16 ઉમેદવારો જાહેર કર્યા છે. જેમાં ભાજપના જ કેટલાક દાવેદારી કરનાર ઉમેદવારો નારાજ થયા છે. વલસાડના સાંસદ ડો. કે. સી પટેલને ટિકીટ મળતા તેમના ભાઈ ડો. ડી. સી પટેલે નારાજગી વ્યક્ત કરી છે.
ડી. સી. પટેલ એ કે.સી પટેલના નાના ભાઈ છે, જેઓ 2009માં ભાજપ તરફથી સાંસદ તરીકે ચૂંટણી લડ્યા હતા. ડી. સી. પટેલ 7000 મતોથી કોંગ્રેસના કિસન પટેલ સામે હાર્યા હતા. ડો. કે. સી. પટેલને તેમના ભાઈ ડી. સી. પટેલે અનેક રાજકીય મદદ કરી છે. ભાજપના ડો. ડી. સી પટેલે લોકસભા 2019 માટે દાવેદારી કરી હતી.
ડો કે. સી. પટેલને ટીકિટ મળતા 40 વર્ષ જુનાઅને લોકસભા બેઠકના પ્રબળ દાવેદાર ડો. ડી. સી પટેલે નારાજગી જાહેર કરી છે. તેઓ નારાજ થઈ પક્ષના અનેક સોશિયલ મીડિયાના ગ્રુપમાંથી લેફ્ટ થઈ ગયા છે. આ સાથે ડી. સી.પટેલે પોતાના ભાઈ કે. સી. પટેલ માટે પ્રચાર નહીં કરવાની પણ જાહેરાત કરી છે. ડી.સી.પટેલ સાથે તેમના સમર્થકો પણ નારાજ હોવાની વાત ડી.સી પટેલે કરી હતી.