- બે માસથી સારવાર લઈ રહેલ યુવકે હોસ્પિટલેથી માર્યો કૂદકો
- સિવિલ હોસ્પીટલ ફરીવાર દર્દીઓની સુરક્ષા મામલે ચર્ચામાં
- ચોથે માળેથી નીચે પટકાતા યુવકનું મૃ્ત્યું
વલસાડ: વાપીમાં એક યુવકે એસ.ટી.ડેપો બહાર આવેલા એક ઝાડ ઉપરથી નીચે પટકાયા બાદ તેને સારવાર માટે વલસાડ સિવિલ હોસ્પિટલ (Civil Hospital Valsad) ખાતે સારવાર માટે ખસેડાયો હતો. જ્યાં તે છેલ્લા 2 માસથી સારવાર હેઠળ હતો તેનું ગઈકાલે હોસ્પિટલ પેસેજમાંથી (Hospital passage) છલાંગ લગાવી દેતા કરુણ મૃ્ત્યુ થયું હતું.
અચાનક બનેલી ઘટનાને પગલે સિવિલ હોસ્પીટલ તંત્ર સ્તબ્ધ
વલસાડ સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલ વિજય વિશ્વકર્મા નામનો યુવક અચાનક ઓર્થો વોર્ડમાંથી બહાર નિકળી હોપિટલના ચોથા માળે જઇ પેસેજેથી છલાંગ લગાવી દેતા સિવિલ હોસ્પિટલ તંત્ર સ્તબ્ધ (Civil hospital system stunned) રહી ગયું હતું અચાનક બનેલી ઘટનાને પગલે હોસ્પિટલના અન્ય લોકોમાં પણ એક ક્ષણ માટે ફફળાટ જોવા મળ્યો હતો.
ચોથે માળેથી પટકાતા યુવકનું ઘટના સ્થળે જ મૃ્ત્યું
ચોથા માળેથી દર્દીએ કૂદકો મારતા નીચે પટકાઇ ગંભીર ઈજાઓ થવાને કારણે ઘટના સ્થળે જ કરુણ મૃ્ત્યુ નિપજ્યું હતું. બનેલી ઘટનાને પગલે સિવિલ તંત્ર (Civil system) હરકતમાં આવ્યું અને પોલીસને આ મામલાની જાણકારી આપતાં પોલીસ (Valsad City Police) પણ ઘટનાસ્થળ પર પહોંચીં હતી.
ફરી વલસાડ સિવિલ હોસ્પિટલની બેદરકારી છતી થઇ
બે દિવસ પહેલા ગાયનેક વોર્ડમાંથી એક મહિલાના 4 દિવસીય બાળકને એક અજાણી મહિલા ઉઠાવી ચાલી ગઈ હતી જો કે પોલીસની સતર્કતાને કારણે બાળક મળી આવ્યું હતું. આ બનાવને લઇ અને બાળકોની સુરક્ષા માટેના અનેક સવાલો ઉઠ્યા હતા ત્યારે આજે ફરી એક દર્દીએ વોર્ડમાંથી બહાર આવી હોસ્પિટલના ચોથા માળેથી કૂદકો મારી દેતા તેનું મૃ્ત્યુ થયું ત્યારે સવાલ એ છે કે, સિક્યુરિટી ગાર્ડ અને અન્ય સુરક્ષા કર્મીઓ ક્યાં હતા. હાલ તો વલસાડ સીટી પોલીસ દોડતી થઇ ગઇ છે.
આ પણ વાંચો: વલસાડમાં ઠગે 42,500 રૂપિયા લઇને ઇન્જેક્શન ન આપતા દર્દીનું થયું મોત) ઘટના સ્થળ ઉપર પહોંચી મૃતકની પી એમ માટેની તજવીજ હાથ ધરી છે.
આ પણ વાંચો: વલસાડમાં યુરોપિયન ક્રિકેટ મેચ ઉપર સટ્ટો રમતા બે પકડાયા