વાપી : બલિઠામાં આવેલી મામલતદાર કચેરી ખાતે વહેલી સવારથી જ પરપ્રાંતીય લોકો મોટી સંખ્યામાં આવી પહોંચ્યા હતા. મોટી સંખ્યામાં લોકોને એકત્ર થતા જોતા કચેરીના મુખ્ય ગેટને બંધ કરી તમામને અટકાવ્યા હતા અને પોલીસની મદદથી તમામ લોકોને વતન જવા માટેના ભરવાપત્ર ફોર્મનું વિતરણ કર્યું હતું.
વાપીમાં મામલતદાર કચેરીએ ફોર્મ માટે ભીડ ઉમટી, પોલીસે સોશિયલ ડિસ્ટન્સ જાળવ્યું
વાપી તાલુકાની મામલતદાર કચેરી ખાતે પરપ્રાંતીય લોકો વતન જવાના ફોર્મ લેવા ઉમટી પડતા પોલીસે તમામને સોશિયલ ડિસ્ટન્સ જાળવવા તાકીદ કરી ફોર્મ વિતરણ કર્યા હતા. આ તબક્કે લોકોમાં ભારે નારાજગી પણ જોવા મળી હતી.
મામલતદાર કચેરીએ ફોર્મ માટે ભીડ ઉમટી