પારડી તાલુકાના ઉદવાડા ગામે આજથી ત્રણ દિવસીય ઉદવાડા ઈરાનશાહ મહોત્સવ 2019નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો પ્રારંભ દમણ-દીવ અને દાદરાનગર હવેલીના પ્રશાસક પ્રફુલભાઇ પટેલના હસ્તે દિપ પ્રાગટ્ય કરવામાં આવ્યુ હતુ.કાર્યક્રમ દરમિયાન ઉદવાડા ઈરાન શાહના વડા દસ્તુર જી ખુરશીદે જણાવ્યું કે ,પારસી કોમ સદીઓથી ભારતમાં આવ્યા બાદ જાદી રાણાને આપેલા વચન ઉપર અટલ છે તેમણે કહ્યું કે, પારસી કોમે રાજાને આપેલા વચનનું ઋણ ચુકવ્યું છે અને દસ ગણું ચૂકવતા રહેશે, તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમજ ઉદવાડા ગામને દત્તક લઇ અનેક વિકાસના કાર્યો કરવા બદલ મહિલા અને બાળ કલ્યાણ પ્રધાન સ્મૃતિ ઈરાનીનો પણ આભાર વ્યક્ત કર્યો હતો, તેમજ સાથે સાથે ગુજરાત અને વલસાડ જિલ્લાના વહીવટી તંત્રનો પણ આભાર વ્યક્ત કરી કાર્યક્રમમાં સૌને આવકાર્યા હતા.
આ અવસરે જરથોસ્તી કોમના દસ્તુર જી ડોક્ટર મહેરજી કોતવાલ જણાવ્યું કે, જ્યારે પારસી કોમ ઝઝૂમી રહી હતી અને પોતાની કોમને બચાવવા માટે પ્રયાસ કરી રહી હતી. ત્યારે ભારત જેવા ભલા દેશમાં સંજાણમાં જાદી રાણાએ પારસી કોમે આશરો આપ્યો હતો એ ક્યારે આપણે ભૂલવું ન જોઈએ અને તે સમયે રાજાને જે આપણા વડવાઓએ વચન આપ્યું હતું તેને પણ હંમેશા યાદ રાખવું જોઈએ તેમણે પારસી કોમના યુવાનોને પોતાની હસ્તી પોતાની સંસ્કૃતિ અને ધર્મની હસતી ટકાવી રાખવા માટે હાકલ કરી હતી.
કાર્યક્રમના મુખ્ય ઉદ્ઘાટક તરીકે આવેલા દમણ-દીવ અને દાદરાનગર હવેલીના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે જણાવ્યું કે, જો પારસી ન હોત તો ભારતના લોકો હસવાનું શીખ્યા જ ન હોત પારકસીઓમાં અનેક પ્રકારના ગુણો છે. તેમણે કહ્યું કે, પારસીઓ કમિટમેન્ટના પાક્કા છે. તેમણે એમ પણ કહ્યું કે, પારસી સમાજ એ સમગ્ર પૃથ્વીનું ઊર્જા કેન્દ્ર છે. ઉદવાડા મહોત્સવ વિશે બોલતા તેમણે જણાવ્યું કે ,પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની દીર્ઘદ્રષ્ટિને કારણે આ શક્ય બનશે અને તેમની દૃષ્ટિ હતી કે ,જે કોમ માઈક્રો માઈનોરીટીમાં ગણાય છ. તે તમને એક સાથે ભેગા કરી તેમના વિચારો આપ-લે થાય અને નવા સામાજિક ઉત્સવનો આરંભ થાય છે.
તેમણે પારસી કોમનું ઉપર વધુ બોલતા જણાવ્યું કે, પારસી કોમ એ અસાધારણ લોકો છે. તે એક લીડિંગ લોકો છે, જાદી રાણાને આપેલુ કમિટમેન્ટ આજે તેરસો વર્ષ બાદ પણ તેમણે સતત જાળવી રાખ્યું છે. તેમણે વધુમાં કહ્યું કે, અંદાજિત 50 હજાર જેટલી જનસંખ્યા ધરાવતી આ કોમ્યુનિટી ક્યારે પણ કોઈ દિવસ પોતાના રિઝર્વેશન જેવા મુદ્દાઓ માંગ્યા જ નથી ખૂબ શાંત પ્રકારની કોમ છે. તેમણે પારસી યુવા અને યુવતીઓને તેમના સમાજમાં જ લગ્ન કરવા માટે સૂચન કર્યું હતું.