ETV Bharat / state

નારગોલના દરિયા કિનારે ગેબી અવાજો સંભળાતાં લોકોમાં કુતુહલ

વલસાડ: જિલ્લાના ઉમરગામ તાલુકાના નારગોલ ગામે મંગળવારના રોજ વહેલી સવારથી જમીનમાંથી ગેબી અવાજ સંભળાઇ રહ્યો છે. જેથી ગ્રામજનોમાં કૂતુહલ જોવા મળી રહ્યું છે. તો જંગલ વિસ્તાર નજીક હોવાથી ગ્રામજનોએ સજાગતા દાખવી તપાસ પણ હાથ ધરી છે.

નારગોલના દરિયા કિનારે ગેબી અવાજો સંભળાતાં, લોકોમાં કુતુહલ
author img

By

Published : Jul 2, 2019, 11:52 AM IST

સુંદર દરિયાકાંઠો ધરાવતા અને માછીમારીના બંદર તરીકે જાણીતા નારગોલ ગામના દરિયા કિનારા નજીક અન્ય ઝાડ-વનસ્પતિમાંથી ગેબી અવાજો સંભળાય રહ્યાં છે. આ અવાજને કારણે ગામલોકોમાં કુતુહલ સર્જાયું છે. ગામમાં મરીન પોલીસ સ્ટેશનની પાછળના ભાગે સંભળાતો આ અવાજ એકધારો આવી રહ્યો છે. જેથી લોકોમાં ગભરાટ પણ જોવા મળી રહ્યો છે.

નારગોલના દરિયા કિનારે ગેબી અવાજો સંભળાતાં, લોકોમાં કુતુહલ
આ અંગે ગામના આગેવાન ઉપેન્દ્રભાઈ ટંડેલના જણાવ્યું હતું કે, "ઝાડી ઝાંખરા વચ્ચે એક ખાડા જેવું છે. જેની આસપાસથી આ અવાજ આવે છે. જે દેડકાઓનો હોય શકે તેવું અનુમાન લગાવવામાં આવ્યું હતું પણ દેડકાનો અવાજ ક્યારેય એકધારો ન આવે. જ્યારે, આ અવાજ એકધારો અને કાનમાં કીકીયારીઓ કરતો અવાજ છે.

આ અવાજ જંગલ વિસ્તારમાંથી આવે છે, જેની નજીક જ દરિયા કિનારો છે. માટે કોઇ હોનારત ન સર્જાઇ તે માટે ગામલોકોએ અવાજ અંગે તપાસ હાથ ધરી છે.

Intro:વલસાડ :- વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના નારગોલ ગામ ખાતે મંગળવારે વહેલી સવારથી જ જમીનમાંથી ગેબી અવાજો સંભળાતા લોકોમાં કુતુહલ ફેલાયું છે. અને આ અવાજ શેનો છે. તે અંગે ગ્રામજનો અલગ અલગ અનુમાનો સાથે ગભરાટ પણ અનુભવી રહ્યાં છે.Body:સુંદર દરિયાકાંઠો ધરાવતા અને માછીમારીના બંદર તરીકે જાણીતા નારગોલ ગામ ખાતે દરિયા કિનારા નજીક શરૂ અને અન્ય ઝાડ-વનસ્પતિમાંથી ગેબી અવાજો સંભળાય રહ્યાં છે. આ અવાજને કારણે ગામલોકોમાં કુતુહલ સર્જાયું છે. ગામમા મરીન પોલીસ સ્ટેશનની પાછળના ભાગે સંભળાતો આ અવાજ એકધારો આવી રહ્યો છે. જેથી લોકોમાં ગભરાટ પણ જોવા મળી રહ્યો છે. 

સ્થાનિક ગામના આગેવાન ઉપેન્દ્રભાઈ ટંડેલના જણાવ્યા મુજબ ઝાડી ઝાંખરા વચ્ચે એક ખાડા જેવું છે. જેની આસપાસથી આ અવાજ આવે છે. જે દેડકાઓનો હોય શકે તેવું અનુમાન લગાવેલું  પણ દેડકાનો અવાજ ક્યારેય એકધારો ના આવે.... જ્યારે, આ અવાજ એકધારો અને કાનમાં કીકીયારીઓ કરતો અવાજ છે. 

Conclusion:આ અવાજ જે વિસ્તારમાંથી આવે છે. તે વિસ્તાર જંગલ ઝાડીઓથી ઘેરાયેલો છે. અને તેની નજીક જ દરિયા કિનારો છે. ગામલોકોએ હાલ આ અવાજ અંગે તપાસ હાથ ધરી છે. ગામલોકોમાં ગેબી અવાજને કારણે ગભરાટ પણ ફેલાયો છે. 

Video spot exclusive

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.