ETV Bharat / state

સફેદ લાઈન પર ચાલીને બતાવો: વડોદરામાં પીધેલા નબીરાઓને પકડવા પોલીસનો નવો કીમિયો, જુઓ VIDEO - VADODARA POLICE LIQUOR TEST

વડોદરામાં પોલીસ દ્વારા દારૂડિયાને પકડવા માટે પોલીસે પ્રાથમિક તપાસના ભાગ રૂપે રોડ પર દોરેલી સફેદ લાઈન પર લોકોને ચલાવ્યા હતા.

વડોદરામાં પોલીસની ડ્રાઈવ
વડોદરામાં પોલીસની ડ્રાઈવ (ETV Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Dec 31, 2024, 5:58 PM IST

વડોદરા: વડોદરા પોલીસ હાલ એક ખાસ કારણથી ચર્ચામાં આવી છે. 31st ડિસેમ્બરને લઈને ગુજરાતભરની પોલીસ એલર્ટ છે. દારૂબંધી છતાં લોકો દારૂનો નશો કરતા હોય છે, જેને લઈને ઘણા દિવસથી પોલીસ દ્વારા ડ્રાઈવ યોજવામાં આવી રહી છે. વડોદરામાં પણ પોલીસ દ્વારા આ પ્રકારની ડ્રાઈવ યોજાઈ હતી. જેમાં દારૂડિયાને પકડવા માટે પોલીસે પ્રાથમિક તપાસના ભાગ રૂપે રોડ પર દોરેલી સફેદ લાઈન પર લોકોને ચલાવ્યા હતા.

વડોદરામાં પોલીસની ડ્રાઈવ (ETV Bharat Gujarat)

નબીરાઓને પકડવા પોલીસનો કીમિયો
હકીકતમાં વડોદરા શહેરમાં નવા વર્ષની ઉજવણી પહેલા દારૂને વાહન હંકારતા નબીરાઓને પકડવા પોલીસ માટે સક્રિય બની છે. શહેરમાં સોમવારે રાત્રે પોલીસ દ્વારા જાહેર માર્ગ પરથી પસાર થતા વાહન ચાલકોને રોકીને તેમની તપાસ કરવામાં આવી હતી. વાહન ચાલકો નશામાં છે કે નહીં તે ચકાસવા માટે પોલીસ દ્વારા અનોખી તરકીબ અજમાવવામાં આવી હતી અને વાહન ચાલકોને રસ્તા પર દોરેલી સફેદ કલરની સીધી લાઈન પર ચાલવા માટે કહેવાયું હતું. જેના વીડિયો પણ સામે આવ્યા છે.

બેલેન્સિંગ એક્ટથી પોલીસની તપાસ
આ અંગે ડીસીપી અભય સોનીએ જણાવ્યું હતું કે, ડ્રિંક એન્ડ ડ્રાઈવના જે કેસો છે તેના માટે અમે બ્રેથ એનાલાઈઝરનો ઉપયોગ કરીએ છીએ. બ્રેથ એનાલાઈઝરમાં બ્લડ આલ્કોહોલનું શું લેવલ છે, કેટલું પ્રમાણ છે તે બતાવે છે. આ ઉપરાંત બ્લડ આલ્કોહોલનું લેવલ ઘટી જાય છે અને બ્રેથ એનાલાઈઝર તેને ડિટેક્ટ ન કરી શકે તો લોહીમાં જે એકાગ્રતાનું નીચું સ્તર છે, તેના કારણે બેલેન્સ રહી શકતું નથી. આથી તેને ધ્યાનમાં રાખીને બેલેન્સિંગ એક્ટની પ્રાથમિક ચકાસણીના ભાગ રૂપે કરવામાં આવી, જેથી જાણી શકાય કે આ લોકો કોઈ પ્રકારના નશાના પ્રભાવ હેઠળ છે કે નહીં.

આ પણ વાંચો:

  1. સ્ટેચ્યૂ ઓફ યુનિટી પર ઉમટ્યું માનવ મહેરામણ, છવાયો થર્ટી ફર્સ્ટ ડિસેમ્બરની ઉજવણીનો ઉમંગ
  2. 31stની પાર્ટી પહેલા કચ્છમાં 5900 બોટલ દારૂ ઝડપાયો, ટ્રકમાં પથ્થરની વચ્ચે ચોરખાનું જોઈ પોલીસ ચોંકી

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.