રાજકોટ: જેતપુરમાં ભાજપમાં અપસેટ સર્જાયો હતો અને ભાજપમાં ભંગાણ સર્જવાની સ્થિતિ સર્જાઈ હતી. શનિવારના રોજ મામલતદાર ખાતે ભાજપના 44 સભ્યોએ ફોર્મ ભર્યું હતું. જેમાંથી 42ના જ મેન્ડેટ આવ્યા હતા. જેમાં પૂર્વ પ્રમુખ સુરેશ સખેરેલીયા અને કલ્પેશ રાંકનું નામ કપાયું હતું. જે બાદ આ ઘટનાક્રમ બાદ પક્ષના 42 ઉમેદવારોએ સખરેલીયાને સમર્થન જાહેર કરી, પોતાની ઉમેદવારી પાછી ખેંચવાની ચીમકી ઉચ્ચારી હતી.
બંધ બારણે જયેશ રાદડિયાએ બેઠક યોજી: પરિસ્થિતિને કાબૂમાં લેવા ધારાસભ્ય જયેશ રાદડિયાએ ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ શરૂ કર્યો છે. તેમણે પોતાના નિવાસ સ્થાન બાદ પટેલ સમાજ વાડી ખાતે સખરેલીયા અને અન્ય આગેવાનો અને 14 ઉમેદવારો સાથે બંધ બારણે બેઠક યોજી હતી. જેમાં ડ્રેમેજ કંટોલ કર્યો હતો. જયેશ રાદડિયાએ નિવેદનમાં જણાવ્યું હતું કે, જેતપુરમાં ભાજપ પૂરી ખંતથી 42 સીટો પરથી ચૂંટણી લડશે. તેમજ વધુમાં જણાવ્યા હતું કે, ભાજપ પ્રદેશ દ્વારા મેન્ડેન્ટ આપવામાં આવેલા તમામ ઉમેદવારો ચૂંટણી લડશે. તેમને નગરપાલિકા સુધી પહોંચાડીને રહીશું. રહી વાત પૂર્વ પ્રમુખની ટિકિટ કપાવાની જેમાં પ્રદેશથી આ ઘટના બની હોવાની સ્પષ્ટ વાત કરી હતી.
સુરેશ સખરેલીયાએ ગંભીર આક્ષેપો કર્યા: સુરેશ સખરેલીયાએ આ મામલે ગંભીર આરોપ લગાવતાં જણાવ્યું કે, ભાજપ યુવા મોરચાના પ્રદેશ અધ્યક્ષ પ્રશાંત કોંરાટે અંગત રસ લઈ તેમની ટિકિટ કપાવી નાખી છે. તેમણે વધુમાં જણાવ્યું કે, ધારાસભ્ય જયેશ રાદડિયા સાથેના તેમના નજીકના સંબંધોને કારણે તેઓ પ્રદેશ નેતૃત્વને ખટકતા હતા. જે બાદ સુરેશ સખરેલીયાએ સ્પષ્ટ કર્યું કે, તેમને મેન્ડેટ ન મળ્યો. તેનું દુઃખ નથી, પરંતુ તેઓ હજુ પણ ભાજપ અને રાદડિયા સાથે જોડાયેલા રહેશે.
![જેતપુર નગરપાલિકાની ચૂંટણીમાં રાજકીય ગરમાવો](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/03-02-2025/gj-rjt-rural-jetpur-cut-and-dried-in-the-municipal-election-in-jetpur-gj10077_03022025002006_0302f_1738522206_527.jpg)
![જેતપુર નગરપાલિકાની ચૂંટણીમાં રાજકીય ગરમાવો](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/03-02-2025/gj-rjt-rural-jetpur-cut-and-dried-in-the-municipal-election-in-jetpur-gj10077_03022025002006_0302f_1738522206_994.jpg)
નગરપાલિકાની ચૂંટણીમાં રાજકીય ગરમાવો: આગામી દિવસોમાં ચૂંટણી બાદ પ્રદેશ નેતૃત્વ વિરુદ્ધ ફરિયાદ કરવાની વાત કરતાં સખરેલીયાએ આરોપ મૂક્યો કે, જેતપુરમાં ભાજપને નુકસાન પહોંચાડવા માટે આ ખેલ રચવામાં આવ્યો છે. આ ઘટનાક્રમથી જેતપુર ભાજપમાં જૂના-નવાના સમીકરણો બદલાવાની શક્યતા સર્જાઈ છે. આ ઘટનાક્રમે જેતપુર નગરપાલિકાની ચૂંટણીમાં રાજકીય માહોલ ગરમાવ્યો છે અને આ વાત પ્રદેશ સુધી પહોંચી છે.
આ પણ વાંચો: