ETV Bharat / state

કચ્છમાં વિકાસનો વિરોધ: છારીઢંઢ કન્ઝર્વેશન રિઝર્વમાં ખાનગી કંપનીને ફાળવેલી જમીન પર હક્ક કોનો ? - KUTCH CHHARIDHAND RESERVE

કચ્છના છારીઢંઢ કન્ઝર્વેશન રિઝર્વમાં સોલાર એનર્જી પાર્ક માટે ખાનગી કંપનીને જમીન ફાળવવા મામલે ફરી વિરોધ ઉઠ્યો છે. સ્થાનિકોએ કેમ કર્યો વિરોધ, જાણો સમગ્ર મામલો...

કચ્છમાં વિકાસનો વિરોધ
કચ્છમાં વિકાસનો વિરોધ (ETV Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Dec 31, 2024, 4:23 PM IST

કચ્છ : ગુજરાતના સરહદી જિલ્લા કચ્છના પ્રસિદ્ધ પક્ષીઓના વસવાટ વાળા છારીઢંઢમાં સોલાર એનર્જી પાર્ક માટે કંપનીને જમીન ફાળવવા મામલે ફરી એકવાર વિરોધ સામે આવ્યો છે. છારીઢંઢ આસપાસના 19 જેટલા ગામોના સરપંચ, માલધારીઓ, પક્ષીવિદો પર્યાવરણ પ્રેમી લોકોએ વિરોધ નોંધાવ્યો છે.

છારીઢંઢ કન્ઝર્વેશન રિઝર્વમાં સોલાર એનર્જી પાર્ક : છારીઢંઢ કન્ઝર્વેશન રિઝર્વ સમિતિના સભ્યો તરીકે ગ્રામજનોએ રજૂઆત કરી હતી કે, NTPC દ્વારા સોલાર પાર્ક સ્થાપિત કરવા માટે છારીઢંઢ કન્ઝર્વેશન રિઝર્વમાં કોઈપણ જમીન ઉપયોગના બદલાવના વિરુદ્ધ છે અને સમિતિની સંમતિ વિના સરકાર આ જમીન અન-આરક્ષિત કરી શકે નહીં અથવા કોઈપણ જમીન ઉપયોગના બદલાવ કરી શકે નહીં.

કચ્છમાં વિકાસનો વિરોધ, છારીઢંઢ કન્ઝર્વેશન રિઝર્વ (ETV Bharat Gujarat)

સ્થાનિક લોકો દ્વારા એનર્જી પાર્કનો વિરોધ : આ ઉપરાંત સોલાર પાર્ક સ્થાપિત કરવા આપેલી જમીન છારીઢંઢ વેટલેન્ડથી જોડાયેલી છે, આ જમીન પર સોલાર પાર્કની કામગીરી સ્થાનિક અને યાયાવર પક્ષીઓને નુકશાન કરશે. તેમજ ઘણા દુર્લભ અને લુપ્તપ્રાય વન્ય પ્રજાતિઓને આ વેટલેન્ડ અને આસપાસના ઘાસિયા જંગલને વસવાટના સ્થળ બનાવવાથી રોકશે. અહીં સોલાર પાર્કની અસરો વિશે વ્યાપક, સ્વતંત્ર અને વૈજ્ઞાનિક અભ્યાસ થયા વિના NTPC ને કોઈ પરવાનગી મળવી જોઈએ નહીં, તેવી માંગ લોકો કરી રહ્યા છે.

છારીઢંઢ વેટલેન્ડ વન્યજીવો માટે આશ્રયસ્થાન : છારીઢંઢ વેટલેન્ડ અને તેની આસપાસના વિસ્તાર ઊંટ અને ભેંસ રાખનાર માલધારીઓ માટે એક મહત્વપૂર્ણ ચરિયાણ અને સંવર્ધન ભૂમિ છે. સેંકડો વર્ષોથી કચ્છના ઊંટોની એક મોટી સંખ્યા ચોમાસા અને શિયાળા દરમિયાન છારીઢંઢ અને આસપાસના વિસ્તારોને તેમના બચ્ચાઓના જન્મ અને ઉછેર સ્થળ તરીકે ઉપયોગ કરે છે. જો અહીં સોલાર પાર્ક ઉભો થાય, તો આજીવિકાની આ સંવેદનશીલ પ્રવૃત્તિઓ પર એક પ્રતિકૂળ અસર થશે.

વન્યજીવ સૃષ્ટિ
વન્યજીવ સૃષ્ટિ (ETV Bharat Gujarat)

કુંજ પક્ષીઓ માટે ખોરાક અને નિવાસની ભૂમિ : સોલાર પાર્ક સ્થાપિત કરવા માટે આપેલી જમીન હજારો સ્થળાંતરણ કરનારા કુંજ પક્ષીઓ માટે ખોરાક અને નિવાસની ભૂમિ છે. આ જમીન પર થતી ધામુર ઘાસ (સાયપરસ હાસ્પાન) ના કંદ (ટ્યુબર) કુંજ પક્ષી માટે દુર્લભ અને મહત્વનો આહાર છે, જે આ રાજ્યમાં અમુક જ સ્થળો પર મળી રહે છે. દર વર્ષે ભારતની કુલ કુંજની સંખ્યાના 40 ટકા એટલે કે 40,000 થી વધારે કુંજ આ વિસ્તારમાં આવે છે. અહીં જો સોલાર પાર્ક બને તો કુંજના અસ્તિત્વ પર સીધો ખતરો ઊભો થાય તેમ છે.

વન્યજીવ સૃષ્ટિ માટે નુકસાનકારક પ્લાન્ટ : નિરોણા ગામના સરપંચે જણાવ્યું કે, આવા પ્રોજેક્ટના કારણે થતા ખલેલ અને વિનાશ ફક્ત એ જમીન સુધી જ મર્યાદિત નહીં રહે, જેના પર સોલાર પેનલ અને અન્ય માળખાકીય જરૂરિયાત ઉભી કરવામાં આવશે. પરંતુ રસ્તાઓના જાળ, વાહનોની સતત અવરજવર, બાંધકામનો સતત અવાજ અને ધૂળ ટ્રાન્સમિશન લાઈન જેવી અન્ય ગૌણ પ્રવૃતિઓ પણ પ્રતિકૂળ અસર કરશે, જેથી અહીંની વન્યજીવ સૃષ્ટિને નુકસાન થશે.

સ્થાનિક લોકો દ્વારા એનર્જી પાર્કનો વિરોધ
સ્થાનિક લોકો દ્વારા એનર્જી પાર્કનો વિરોધ (ETV Bharat Gujarat)

સંરક્ષિત અને વર્ગીકૃત જીવસૃષ્ટીનો આવાસ : NTPC સોલાર પ્રોજેક્ટ માટે આપેલી જમીન કન્ઝર્વેશન રીઝર્વનો ભાગ હોવો જોઈએ, કેમ કે તે ઘણા દુર્લભ પક્ષીઓ, સરીસૃપ અને સસ્તન પ્રાણીઓનું ઘર છે. આ વિસ્તારમાં કુલ 295 પક્ષી પ્રજાતિ નોંધવામાં આવી છે. આમાંથી 15 પ્રજાતિઓને IUCN રેડ લિસ્ટમાં જોખમગ્રસ્ત તરીકે વર્ગીકૃત કરવામાં આવી છે અને 49 પ્રજાતિઓને વન્યજીવ સંરક્ષણ અધિનિયમ 1972 (WPA)ની અનુસૂચિ 1 હેઠળ સામેલ કરવામાં આવી છે, જે આ પ્રજાતિઓનું કાનૂની મહત્વ દર્શાવે છે.

આ વિસ્તારમાં 4 એન્ડેમિક પક્ષી પ્રજાતિઓ પણ છે, જે આ વિસ્તારના જૈવવિવિધતા માટે એક મહત્વના સ્થળ તરીકે મહત્વ દર્શાવે છે. વધુમાં, અહીં મળી આવતી 3 પક્ષી પ્રજાતિ IUCN રેડ લિસ્ટમાં "ગંભીર રીતે લુપ્તપ્રાય", જ્યારે 2ને "લુપ્તપ્રાય" તરીકે વર્ગીકૃત કરવામાં આવી છે, જે તેમના સંરક્ષણ અને વસવાટસ્થાનના જતન માટે તાત્કાલિક જરૂરીયાતને દર્શાવે છે.

વન્યજીવ સૃષ્ટિ
વન્યજીવ સૃષ્ટિ (ETV Bharat Gujarat)

છારીઢંઢ વિસ્તારમાં વસતા વિવિધ વન્યજીવો : ઉલ્લેખનીય છે કે, છારીઢંઢ વિસ્તારમાં કેટલાક નોંધપાત્ર પક્ષીઓમાં કે જેમાં મસકતી લટોરો (ગ્રે હાઈપોકોલીયસ), ટીલોર (એશિયન હૂબારા, જૂનું નામ: મેકક્વીનની બસ્ટર્ડ), કાબરી રામચકલી (વ્હાઇટ-નેપ્ડ ટિટ), સફેદ-પીઠ ગીધ (વ્હાઇટ-રમપ્ડ વલ્ચર), પહાડી ગીધ/ગિરનારી ગીધ (લોંગ-બિલ્ડ વલ્ચર), મળતાવડી ટિટોડી (સોશિયેબલ લેપવિંગ) અને રાજગીધ (રેડ-હેડેડ વલ્ચર)જેવા પક્ષીઓ સામેલ છે.

આ છારીઢંઢ વિસ્તારમાં લગભગ 40,000 કુંજ (કોમન ક્રેન), 20,000 નાનો હંજ (લેસર ફ્લેમિંગો), અને 2,000 પેણ (ગ્રેટ-વ્હાઇટ પેલિકન) સાથે ઘણી અન્ય પક્ષી પ્રજાતિ મોટી સંખ્યામાં જોવા મળે છે. આ વિસ્તાર નાર (ઇન્ડિયન વૂલ્ફ) અને રસ્ટી સ્પોટેડ બિલાડી જેવા સંવેદનશીલ વન્યજીવોને પણ આશ્રયસ્થાન છે. જો કંપની આવે તો તેનાથી આ તમામ જીવોને નુકશાન થશે.

પાર્કની સ્થાપના થશે તો વિરોધ યથાવત રહેશે ? છારીઢંઢ વિસ્તારના જતાવીરા, બુરકલ, છછલાં, ભગાડીયા, શેરવા ગામો દ્વારા સોલાર પાર્ક માટે સૂચિત જમીન પર સામુદાયિક વન અધિકાર અને વ્યવસ્થાપનના દાવાઓ મુકાયા છે. સોલાર પાર્કની સ્થાપના વન અધિકાર અધિનિયમનો ઉલ્લંઘન કરશે અને તેની સામે લડત લેવામાં આવશે. તો જ્યાં સુધી કંપની અહીં પોતાનું કામકાજ કરવાનું ચાલુ રાખશે, ત્યાં સુધી 19 ગ્રામ પંચાયતના સરપંચો દ્વારા વિરોધ કરવામાં આવશે.

વન્યજીવ સૃષ્ટિ
વન્યજીવ સૃષ્ટિ (ETV Bharat Gujarat)

EIA રિપોર્ટ ફરજિયાત કરવા માટે રજૂઆત : છારીઢંઢ કન્ઝર્વેશન રિઝર્વ સમિતિના સભ્યો તરીકે, સ્થાનિકોએ NTPC દ્વારા પ્રસ્તાવિત સોલાર પાર્કનો વિરોધ કરી રહ્યા છે. તો પુનઃપ્રાપ્ય ઊર્જા પ્રોજેક્ટ્સ EIA અને સામાજિક અસરોના મૂલ્યાંકનને આધીન હોવા જોઈએ, કારણ કે તે કચ્છના સંવેદનશીલ વન્યજીવન અને આજીવિકાના વિસ્તારોમાં પ્રસ્તાવિત હોય છે. માટે ગુજરાત સરકારના વન વિભાગને NTPC સોલાર પાર્ક સ્થાપવાની અરજીને નકારવા માટે સ્થાનિકોએ રજૂઆત કરી છે.

NTPC કંપનીએ કેટલી જમીન માંગી ? NTPC કંપની દ્વારા જે જમીનની માંગણી કરવામાં આવી છે તે નખત્રાણા તાલુકાના ફુલાય ગામની મહેસૂલી હદની રેવન્યુ સર્વે નં. 60/પૈકી 1ની કુલ 578 હેકટર એટલે કે 1428 એકર જમીન ઉદ્યોગિક હેતુ માટે માંગવામાં આવી છે. જ્યારે છારીઢંઢનો વિસ્તાર છે તે 22500 હેક્ટરમાં ફેલાયેલો છે.

માંગણી કરેલ જમીન પર કોનો હક ? આ સમગ્ર વિરોધ અંગે Etv Bharat સાથે ટેલિફોનિક વાતચીત કરતા પશ્ચિમ કચ્છ નાયબ વન સંરક્ષક યુવરાજસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે, "સોલાર એનર્જી પાર્ક ઉભુ કરનાર કંપનીએ જે જમીનની માંગણી કરી છે તે ફોરેસ્ટ વિભાગ હેઠળ નથી આવી રહી. આ માંગણી કરેલ જમીન છારીઢંઢ કન્ઝર્વેશન રિઝર્વ વિસ્તારમાં પણ નથી આવતી, જેથી ફોરેસ્ટ વિભાગે પોતાનો અભિપ્રાય આ અંગે આપી દીધો છે."

  1. છારીઢંઢમાં સોલાર એનર્જી પાર્ક માટે જમીન ફાળવવા મામલે વિરોધનું વંટોળ, જાણો સમગ્ર મામલો
  2. AAI નવું કંડલા એરપોર્ટ બનાવશે, ફેડરેશન ઓફ કચ્છ ઇન્ડસ્ટ્રીઝ એસોસિયેશની દિલ્હીમાં બેઠક

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.