વલસાડ : સિધ્ધિ તેને જઇ વરે જે પરસેવે ન્હાય આ પક્તિને સારર્થક કરી છે. વલસાડના 14 વર્ષીય રુદ્રએ સતત 8 કલાકની મહેનત અને પ્રેક્ટિસ બાદ 5 કિલોના વજન પગે બાંધીને 3 મિનિટમાં 192 જેટલી મોસ્ટ ફૂલ કોન્ટેક્ટની સ્ટ્રાઈક કરીને ગ્રીનિશ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પોતાનું નામ નોંધાવ્યું છે. રુદ્રએ વલસાડ અને તેના પરિવારનું ગૌરવ વધાર્યું છે.
3 વર્ષની કડક તાલીમ બાદ રુદ્ર એ મેળવી સિદ્ધિ : વલસાડ શહેરમાં રહેતા મીનેશ પટેલનો પુત્ર રુદ્ર નાનપણ થી જ કંઈક કરી બતાવવાની ધગશ હતી. ગુજરાત રાજ્યના રોડ સેફટીના બ્રાન્ડ એમ્બેસેડર અને ગુજરાત ચૂંટણી કમિશનના સ્ટેટ આઇકોન તેમજ 6 ગિનિસ વર્લ્ડ રેકોર્ડ કરનાર કરાટેમાં 5 ડીગ્રી બ્લેક બેલ્ટ મેળવનાર અમેરિકા ખાતે ટેલેન્ટ ફેન 2017 એવા કરાટે કોચ વિસ્પી બાજી કાસદ અને તલવાર બાજીમાં 1 ડીગ્રી બ્લેક મેળવનાર રીટા દેસાઈ માર્ગદર્શનમાં રુદ્ર પટેલે બી ડી સી એ ક્રિકેટ સ્ટેડિયમમાં ચાલતા કોચિંગ કલાસમાં 3 વર્ષની તાલીમ લીધી છે.
પગે 5 કિલો વજન બાંધી 3 મિનિટમાં મારી 192 કીક : વલસાડના રુદ્ર એશિયામાં સૌથી નાની ઉંમરે કરાટે કેટેગરીમાં ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નામ નોંધાવી સિદ્ધિ મેળવી છે. બન્ને પગમાં 5 કિલો વાજન બાંધી 3 મિનિટમાં 192 જેટલી ઘૂંટણ કીક મારીને રુદ્ર એ સિદ્ધિ હાસિલ કરી છે.
રુદ્રએ પાકિસ્તાનના મોહમ્મદ રશીદના 178 કીકનો રેકોર્ડ તોડ્યો : અગાઉ પાકિસ્તાનના મોહમંદ રશીદ દ્વારા બનાવવામાં આવેલ 178 ઘૂંટણ કીકનો વર્લ્ડ રેકોર્ડ તોડ્યો છે રુદ્ર એ 3 મિનિટ માં 192 કીક મારીને પોતાનું નામ વર્લ્ડ રેકોર્ડમાં અંકિત કરાવ્યુ છે. રુદ્ર એ સમગ્ર બાબતે વાતચીત કરતા જણાવ્યું કે તેણે મેળવેલી સિધ્ધિ નો શ્રેય તે તેના ગુરુ અને માતાપિતા અને દાદી ને આપે છે તેઓના પ્રોત્સાહન અને સહયોગ વિના તેની સિદ્ધિ અધૂરી હોવાનું તેણે જણાવ્યું હતું રુદ્રના પિતા ઉધોગપતિ છે જયારે માતા હાઉસ વાઈફ છે. વર્લ્ડ રેકોર્ડમાં નામ નોંધાવતા આ સિદ્ધિ મેળવવા બદલ વલસાડ મોંઘભાઈ હોલ ખાતે યોજાયેલા એક કાર્યક્રમમાં વલસાડના ધારાસભ્ય ભરત પટેલના હસ્તે તેનું સન્માન પણ કરવામાં આવ્યું હતું. સાથે જ બી ડી સી એ સ્ટેડિયમના સભ્યો તેમજ તેના ગુરુજનો દ્વારા પણ રુદ્રની સિદ્ધિ બદલ શુભેચ્છાઓ પાઠવી હતી.