પોલીસને ફરિયાદી ઉપર શંકા ગઈ હતી અને જે બાદ પોલીસે ઉલટ તપાસ કરતા પોલીસની પૂછપરછમાં ભાંગી પડ્યો હતો અને દેવામાં સપડાયેલી હોવાને લઈને તેણે પોતે જ ચોરીનું તરકટ રચી સોના ચાંદીના દાગીના ઉપર લેવામાં આવેલા અંદાજીત રૂપિયા દોઢ કરોડના વીમાને પકાવવા માટે પોતે જ આ નાટક કર્યું હોવાનું પોલીસ સમક્ષ કબૂલ્યુ હતું.
આ સમગ્ર ચોરી બાબતે પારડી પોલીસ મથકે વલસાડ જિલ્લાના મનોજસિંહ ચાવડાએ જણાવ્યું કે, પારડીના પારસી સ્ટ્રીટમાં આવેલી જય જલારામ જવેલર્સમાં ફરિયાદી દિલીપભાઈ બળવંતભાઈ પારેખએ તારીખ 20ના રોજ પારડી પોલીસ મથકમાં સોના-ચાંદીના દાગીના ચોરી થયા હોવાની ફરિયાદ નોંધાવી હતી.
જેમાં ફરિયાદીએ દુકાનમાં રાખેલ લોખંડની તિજોરીમાં મુકેલા પિતા તથા સાસુની માલિકીના ત્રણ લાખ દસ હજારની મત્તાના સોનાના દાગીના તથા રોકડ રકમ 600000 CCTV કેમેરાનું DVR મળી નવલાખ 10 હજારના મત્તાની ચોરી થઇ હોવાની હકીકત પોલીસ સમક્ષ બહાર આવી હતી. જો કે, ફરિયાદી દોઢ કરોડ રૂપિયાની ચોરી થઇ હોવાનું જણાવી રહ્યો હતો. પરંતુ બીજી તરફ પોલીસે આટલી મોટી રકમની ચોરી થઇ હોવાને કારણે ફરિયાદી પાસે તેના સ્ટોક રજીસ્ટરની માગ કરી હતી. આ સાથે જે તિજોરીમાંથી દાગીના ચોરાયા તે પાસવર્ડવાળી ચાવીથી ખોલવામાં આવી હોવાનું બહાર આવ્યું હતું.
પોલીસને અગાઉથી જ ફરિયાદી ઉપર શંકા હતી. પોલીસે આ સમગ્ર બાબતે પોતાના આધારભૂત સૂત્રો તરફથી તપાસ કરાવતા ફરિયાદી પોતે બેંક લોન, પર્સનલ લોન, કાર લોન તથા અન્ય ધર્મો પાસેથી ઉછીના લીધેલા નાની મુદ્દલ તથા વ્યાજની ચુકવણી માસિક હપ્તા પેટે આશરે સવા લાખથી વધારે રકમ ચૂકવતો હોવાનું બહાર આવ્યું હતું.
ફરિયાદી આર્થિક ભીંસમાં હતો તો. સાથે સાથે દુકાનના સોના-ચાંદીના દાગીના ઉપર ફરિયાદીએ અંદાજીત રૂપિયા દોઢ કરોડની કિંમતનો વિમો ઉતાર્યો હતો, પોલીસને ફરિયાદી ઉપર શંકા વધુ દ્રઢ બની હતી અને જે બાદ પોલીસે ફરિયાદીને બોલાવી કડકાઈથી પૂછપરછ કરતાં ફરિયાદી દિલીપ પારેખ પોલીસ સમક્ષ ભાંગી પડયો હતો અને પોતે કબૂલ કરી લીધું હતું કે, છેલ્લા કેટલાક સમયથી તે આર્થિક ભીંસમાં હોવાને કારણે દેવું ચૂકવવાની માટે પોતે સમગ્ર ચોરીને અંજામ આપ્યો હતો.
તીજોરીમાંથી ચોરાયેલા દાગીના પોતે ઘરના પિતાજીના કબાટમાં મુકી દીધા હતા. પોલીસે આ સમગ્ર દાગીના કબજે કર્યા હતા. તેમજ આ ચોરીના કિસ્સામાં પોતાના પરિવારને સાસરે મૂકી આવ્યા બાદ ચોરીનો crime scene પોતે જ ઊભો કર્યો હતો અને આ કિસ્સામાં પોતાને ત્યાં કામ કરતાં અન્ય એક ઇસમને પણ તેણે ઇમોશનલ બ્લેકમેઈલ કરી બારીની ગ્રીલ કાપવા માટે જણાવ્યું હતું
આમ પારડી વિસ્તારમાં જય જલારામ જ્વેલર્સમાં બેંક લોન વ્યાજે લીધેલા નાણાં તેમજ ઉછીના લીધેલા પૈસાનું દેવું વધી જતાં ફરિયાદીએ પોતે જ દોઢ કરોડનો insurance પકાવવા માટે પોતાની દુકાનમાં ચોરી થઇ હોવાનું ઉભુ કરી પોલીસમાં કરોડોની ચોરી થઇ હોવાની ફરિયાદ નોંધાવી હતી, પરંતુ પોલીસને શંકા જતા પોલીસે ઉલટ તપાસ કરતાં સમગ્ર કિસ્સો બહાર આવ્યો હતો.