વાપીના ચણોદ વિસ્તારમાં ચંદ્રલોક બિલ્ડીંગની બાજુમાં આવેલા રાજ કોમ્પ્લેક્ષમાં ઇન્ક ઇન્ડસ્ટ્રીઝ નામની દુકાનના માલિક મનીષ જગદીશ પાંડે તથા યશ પટેલે પોતાના આર્થિક ફાયદા અને લાભ માટે મનિષ જગદીશ પાંડેની દુકાનમાં IPL પર સટ્ટો રમતા હતા.
ત્યારે વલસાડ લોકલ ક્રાઈમ બ્રાંચની ટીમે બાતમીના આધારે રેડ કરતા દુકાન માલિક મનીષ પાંડે, સત્યજીત રાજનાથ ચૌહાણ, સુરેન્દ્રકુમાર તિવારી, રવિન્દ્ર પારવે, શૈલેષ ક્રિપાશંકર મિશ્રા, અનિષ દયાશંકર પાંડે, રૂપેશ ઓમપ્રકાશ શર્મા એકબીજાની મદદગારી કરી મનીષની ભાડાની ઓફિસમાં સગવડ પુરી પાડી વોન્ટેડ યશ પટેલ સહીત 7 આરોપી મેળાપીપણામાં ક્રિકેટ સટ્ટા બેટીંગની ID મેળવી બહારથી અન્ય ગ્રાહકો બોલાવી સનરાઇઝ હૈદરાબાદ અને મુંબઇ ઇન્ડિયન્સ લાઇવ મેચ પર ID ખોલી દરેક બોલ, ઓવર ઉપર રૂપિયા લગાવી હાર જીતના સોદાઓ રમી રહ્યા હતા.
આ દરમિયાન પોલીસે રોકડા રૂપિયા 45,790, LED ટીવી અને 9 મોબાઇલ કબ્જે કર્યા હતા, અને આ 7 સટોડીયાઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.