ગરીબ પરીવારની 11 વર્ષીય સગીરા ધોરણ 7માં અભ્યાસ કરે છે. શનિવારે બપોરે સ્કૂલેથી ઘરે પરત ફરી ત્યારે સગીરાની માતા ઘરકામ કરવા ગઈ હતી. અને પિતા મજૂરી કામ કરવા ગયા હતા. સગીરાના ઘર બહાર ફળિયામાં રહેતો હાર્દિક નાયકા સાયકલ લઈને ઘર પાસે આવ્યો હતો અને સગીરાને તેની સાથે આવવા જણાવ્યું હતું અને કહ્યું હતુ કે જો નહીં આવે તો સગીરાને મારી નાખવાની ધમકી આપી હતી. જેથી સગીરા તેની પાછળ ગઈ હતી. ત્યાર બાદ નજીકના વિસ્તારમાં ઘરકામ કરતી માતાએ હાર્દિકને સગીરા સાથે જતા જોયા હતા. સગીરાની માતાને હાર્દિક ઉપર શંકા જતા છોકરીને શોધી રહી હતી. વલસાડના ગ્રીનપાર્ક પાસે આવેલી આરઝૂ બેકરી પાછળ આવેલી વાડીની ઝાડીમાં હાર્દિકે દુષ્કર્મ ગુજાર્યુ હતું.
જોકે તાત્કાલીક સગીરાની માતાએ વલસાડ પોલીસ મથકે પહોંચી હતી અને દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી. બાદમાં સગીરાની પ્રાથમિક પૂછપરછ કરવામાં આવી હતી. સિટી પોલીસ દ્વારા સગીરાનું મેડિકલ કરાવવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી. વલસાડ સીટી પોલીસ દ્વારા આરોપી હાર્દિકની પ્રાથમિક પૂછપરછ બાદ આજે રવિવારે ધરપકડ કરવામાં આવી છે.