વલસાડઃ જિલ્લાના પારડી તાલુકાના રોહીના ગામે આવેલ ઈશ્વરભાઈ દેસાઈ હાઈસ્કુલમાં મુંબઈના શાહ પરિવાર દ્વારા આપવામાં આવેલ આર્થિક સહયોગથી અહી ઓરડાઓ અને ફિઝિક્સ અને કેમેસ્ટ્રી લેબ બનાવવામાં આવી છે. જેને પગલે વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓને જેમને અન્ય સ્થળે પ્રયોગો કરવા માટે જવાની ફરજ પડતી હતી જે હવે નહી જવું પડે લોકાર્પણ કાર્યક્રમ દરમિયાન સ્કૂલની બાળાઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરી સૌને મંત્ર મુગ્ધ કર્યા હતા. આ કાર્યક્રમ દરમિયાન ધારાસભ્ય જીતુભાઈ ચૌધરીએ શાહ પરિવારની કામગીરીને બિરદાવી હતી.
આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે રમેશભાઈ પોપટલાલ શાહ, આરવિંદભાઈ પોપટભાઈ શાહ, ગીરીશભાઈ શાહ, ચેતનભાઈ શાહ, મુકેશભાઈ શાહ, રાકેશભાઈ પરેખ, બબીતા બેન પટેલ, ગુલાબ ભાઈ પટેલ (સંસ્થાના ઉપપ્રમુખ) ચંપકલાલ એમ પટેલ, મોહનભાઈ ડી પટેલ, નટવરલાલ એલ પટેલ સહિત ધારાસભ્ય જીતુભાઈ ચૌધરી સહિત સ્કૂલના સ્ટાફ ગણ વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.