ETV Bharat / state

અંભેટી કૃષિ વિજ્ઞાન કેન્‍દ્ર ખાતે ન્‍યુટ્રીશન ગાર્ડન કીટનું વિતરણ કરાયું - Ambheti

વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના અંભેટી-કૃષિ વિજ્ઞાન કેન્‍દ્ર ખાતે પોષણ માહ-2020ની ઉજવણી અંતર્ગત જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન કરાયું હતું.

અંભેટી કૃષિ વિજ્ઞાન કેન્‍દ્ર ખાતે ન્‍યુટ્રીશન ગાર્ડન કીટનું વિતરણ કરાયું

author img

By

Published : Sep 26, 2020, 2:00 AM IST

વલસાડઃ જિલ્લાના કપરાડા તાલુકાના અંભેટી કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે પોષણ માહની ઉજવણીને અનુલક્ષી શુક્રવારના રોજ વિશેષ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં પ્રોગ્રામ અધિકારી જ્‍યોત્‍સનાબેન પટેલે આઇ.સી.ડી.એસ. વિભાગની યોજનાઓ અંગે વિસ્‍તૃત જાણકારી આપી હતી.

કૃષિ વિજ્ઞાન કેન્‍દ્રના પોગ્રામ આસીસ્‍ટન્‍ટ પ્રેમિલાબેન આહિરે બાળકોની સપ્રમાણ વૃદ્ધિ માટે રાખવાની થતી કાળજી, ધાત્રી માતાની સંભાળ સહિત કે.વી.કે. દ્વારા કરવામાં આવતી તાલીમો અંગે જાણકારી આપી હતી. આ અવસરે આંગણવાડીની બહેનોને ન્‍યુટ્રીશન ગાર્ડન કીટ અને ફળાઉ રોપાનું વિતરણ કરવામાં આવ્‍યું હતું.

અંભેટી કૃષિ વિજ્ઞાન કેન્‍દ્ર ખાતે ન્‍યુટ્રીશન ગાર્ડન કીટનું વિતરણ કરાયું
અંભેટી કૃષિ વિજ્ઞાન કેન્‍દ્ર ખાતે ન્‍યુટ્રીશન ગાર્ડન કીટનું વિતરણ કરાયું

આંગણવાડી કેન્‍દ્રની મુલાકાત લઇ કીચન ગાર્ડન બનાવવાની યોગ્‍ય રીત વિશે પ્રેક્‍ટીકલ તાલીમ આપવાની સાથે ફળાઉ વૃક્ષ અને લીલા શાકભાજીનું વૃક્ષારોપણ કરવામાં આવ્‍યું હતું. આ ઉપરાંત વાનગી હરિફાઇનું આયોજન પણ કરાયું હતું.

આ કાર્યક્રમમાં સી.ડી.પી.ઓ. વિનીતાબેન, જિલ્લા પંચાયત સભ્‍ય, આંગણવાડી કાર્યકર બહેનો વગેરે હાજર રહ્યા હતા.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.