ETV Bharat / state

Tunnel Construction in hills of Zaroli : મુંબઈ અમદાવાદ હાઈ સ્પીડ રેલ કોરિડોર માટે ગુજરાતના પહાડમાં બનાવેલ ટનલ નિર્માણનું કાર્ય પૂર્ણ - ગુજરાતની પ્રથમ ટનલ

નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ દ્વારા મુંબઈ અમદાવાદ હાઈ સ્પીડ રેલ કોરિડોર પરિયોજના હેઠળ આવતા ગુજરાતના ઝરોલીના પહાડમાં બનાવેલ ટનલનું કાર્ય પૂરું કરી લેવામાં આવ્યું છે. આ પ્રોજેકટ હેઠળની આ ગુજરાતની પ્રથમ ટનલ છે. જે 10 મહિનામાં જ પહાડને ચીરી બનાવવામાં આવી છે.

Tunnel Construction in hills of Zaroli : મુંબઈ અમદાવાદ હાઈ સ્પીડ રેલ કોરિડોર માટે ગુજરાતના પહાડમાં બનાવેલ ટનલ નિર્માણનું કાર્ય પૂર્ણ

author img

By ETV Bharat Gujarati Team

Published : Oct 5, 2023, 7:59 PM IST

10 મહિનામાં જ પહાડને ચીરી બનાવવામાં આવી ટનલ

વલસાડ : ગુજરાતના વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના ઝરોલી ગામ ખાતે બુલેટ ટ્રેન પ્રોજેક્ટના રૂટ પર આવતા પહાડમાં ટનલ બનાવવાનું કાર્ય હાથ ધાર્યા બાદ 10 મહિનામાં તે પૂર્ણ કરી લીધું છે. કુલ 350 મિત્રની આ સુરંગ 12.6 મીટરનો વ્યાસ ધરાવે છે. સુરંગની ઊંચાઈ 10.25 મીટર છે. જે સિંગલ ટ્યૂબ હોર્સ-શૂ અકારમાં નિર્માણ કરવામાં આવી છે. જેમાં 2 ટ્રેક પર હાઈ સ્પીડ રેલ આવાગમન કરશે.

પહાડમાંથી ટનલને બ્રેક થ્રુ કરવામાં આવી : ગુજરાત-મહારાષ્ટ્ર વચ્ચે નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન લીમીટેડ દ્વારા બુલેટ ટ્રેન પ્રોજેકટ કાર્યરત છે. આ પ્રોજેકટ હેઠળ વલસાડ જિલ્લાનું ઝરોલી ગામ સમગ્ર ગુજરાતમાં એક નવી ઓળખ પામ્યું છે. કેમ કે, અહીંના એક પર્વતમાંથી બુલેટ ટ્રેન આરપાર પસાર થવાની છે. નેશનલ હાઇ સ્પીડ રેલ કોર્પોરેશન લીમીટેડ દ્વારા હાથ ધરાયેલ બુલેટ ટ્રેન પ્રોજેકટ હેઠળ અહીં 350 મીટર લાંબી પર્વતીય ટનલનું કામ પૂર્ણ કરી લેવામાં આવ્યું છે. જે અંગે NHSRCLના ચીફ પ્રોજેકટ મેનેજર સત્યપ્રકાશ મિત્તલ સહિતની ટીમે ગુરુવારે ઝરોલી ખાતે આવી ટનલનું નિરીક્ષણ કર્યું હતું. તેમની હાજરીમાં જ સુરંગના આખરી આરપારના એન્ટ્રેસને એક્સપલોઝીવની મદદથી બ્રેક થ્રુ કરવામાં આવ્યું હતું.

આ પ્રોજેક્ટ હેઠળ ગુજરાતની આ એકમાત્ર ટનલ છે જેને આજે બ્રેક થ્રુ કરી ગુજરાત મહારાષ્ટ્ર વચ્ચે દોડનારી ટ્રેનના રૂટનો બંને તરફનો રસ્તો ખોલી નાખ્યો છે. પર્વતની જે ટનલ છે તે ટનલનો એક છેડો મુંબઈ તરફ તો બીજો છેડો અમદાવાદ તરફનો છે ટનલ તોડવા માટે લેટેસ્ટ ટેકનોલોજીનો ઉપયોગ કરી એક્સપ્લોઝિવની મદદથી જેલ ટાઈપના ડીટોનેટેર વાપરી આ કાર્ય પૂર્ણ કરી લેવામાં આવ્યું છે...સત્યપ્રકાશ મિત્તલ (ચીફ પ્રોજેકટ મેનેજર, NHSRCL)

350 મીટર સુરંગની લંબાઈ : 10 મહિના સુધી ચાલેલા આ કાર્ય અંગે તેમણે જણાવ્યું હતું કે પહાડની અંદર સુરંગ બનાવવાના કાર્ય દરમિયાન ખૂબ જ સાવચેતી રાખવામાં આવી હતી. 350 મીટર લંબાઈની આ સુરંગમાં પથ્થરોને તોડવા માટે અંદાજિત 120 જેટલા બ્લાસ્ટ કરવામાં આવ્યા છે. આ બ્લાસ્ટ દરમિયાન કર્મચારીઓને સુરક્ષા પૂરી પાડવામાં આવી હતી. તો આસપાસના એરિયાને ધ્યાને રાખી દિવસ દરમિયાન જ આ કામગીરી કરવામાં આવી હતી. રાત્રિના સમયે ટનલનું ખોદકામ સંપૂર્ણપણે બંધ રાખવામાં આવ્યું હતું.

ઝરોલી ગામ નવી ઓળખ પામ્યું
ઝરોલી ગામ નવી ઓળખ પામ્યું

તમામ કામગીરી લેટેસ્ટ ઇક્વિપમેન્ટ દ્વારા : ગુજરાતની આ એક માત્ર ટનલ છે જે હાલ પૂર્ણ થઈ ચૂકી છે. જ્યારે મુંબઈ અમદાવાદ વચ્ચેના હાઈ સ્પીડ રેલ કોરિડોરમાં આવી બીજી સાત ટનલ છે. જે મહારાષ્ટ્રમાં આવેલી છે. આ પ્રોજેક્ટ હેઠળ તમામ કામગીરી લેટેસ્ટ ઇક્વિપમેન્ટ દ્વારા કરવામાં આવી રહી છે. સુરંગનો આકાર હૉર્સ-શૂ ટાઈપમાં તૈયાર કરવામાં આવ્યો છે. જેથી સુરંગમાં જ્યારે પણ બુલેટ ટ્રેન પસાર થાય ત્યારે હવાનું દબાણ વર્તાશે નહીં અને તેની ગતિ અવરોધાશે નહીં.

508 કિલોમીટર લાંબા રૂટની અનેક ખાસિયત : મુંબઈ અમદાવાદ વચ્ચે દોડનારી બુલેટ ટ્રેનનો કુલ 508 કિલોમીટર લાંબો રૂટ છે. આ રૂટ પર ટ્રેન તેજગતિથી દોડી શકે તે માટે પીલ્લર ઉભા કરવામાં આવ્યા છે. તો, રૂટ પર આવતી નદીઓ પર બ્રિજ બનાવવામાં આવ્યા છે. જો કે પહાડમાંથી પસાર થતી હોય તેવી ગુજરાતની આ પ્રથમ ટ્રેન હશે. તો, એ જ રીતે ઝરોલી ગામ પણ એવું પ્રથમ ગામ બન્યું છે. જયાના પહાડમાં બનાવેલ બોગદામાંથી ટ્રેન આરપાર પસાર થશે.

વાપી ગુજરાતનું છેલ્લું સ્ટેશન : હાઈ સ્પીડ રેલ પ્રોજેકટ હેઠળ વલસાડ જિલ્લો અનેક સીમાચિન્હો અંકિત કરવાનો છે. કેમ કે ટ્રેન પ્રોજેકટ હેઠળ વાપી ગુજરાતનું અમદાવાદ-મુંબઈ રૂટનું છેલ્લું તો મુંબઈ-અમદાવાદ રૂટનું પ્રથમ ટ્રેન સ્ટેશન હશે. એજ રીતે અમદાવાદ બાદ તે ગુજરાતનું સૌથી લાબું અંદાજિત 1200 મીટરનું સ્ટેશન હશે. તો, આ જિલ્લાની જ દમણગંગા, પાર, કોલક જેવી બારે માસ વહેતી નદીઓ પર બનાવેલ બ્રિજ પરથી ટ્રેન પસાર થશે. જે ઝરોલી ગામની પર્વતીય ટનલ મારફતે બંને તરફ મુંબઈ ટૂ અમદાવાદનો પ્રવાસ પૂર્ણ કરશે.

મહારાષ્ટ્રમાં 7 ટનલ ગુજરાતમાં એકમાત્ર : સૂચિત હાઈ સ્પીડ રેલ કોરિડોર મુંબઈમાં થાણે ક્રીકમાંથી પસાર થશે. આ વિસ્તાર ફ્લેમિંગો અને નજીકના મેન્ગ્રોવ્સ માટે સંરક્ષિત અભયારણ્ય હોવાથી, રેલવે ટ્રેક ટનલ દ્વારા દરિયાની અંદર બનાવવામાં આવશે, જેથી હાલની ઇકોસિસ્ટમને કોઈ ખલેલ ન પહોંચે. આ ટનલ ભારતની સૌથી લાંબી રેલ પરિવહન અને પ્રથમ under sea ટનલ હશે. ટનલ 13.2 મીટર વ્યાસ ધરાવતી એક જ ટ્યુબ હશે જે વિવિધ વિભાગોમાં (न्यू ऑस्ट्रियन टनलिंग मेथड) NATM અને TBM બંને પદ્ધતિઓ દ્વારા ચલાવવામાં આવશે.

બુલેટ ટ્રેન પ્રોજેકટ આ મુજબ પૂર્ણ થશે : ઉલ્લેખનીય છે કે, હાઈ સ્પીડ બુલેટ ટ્રેનના કુલ 508.09 KMના અંતરમાંથી 460.3 KM વાયડક્ટ હશે, 9.22 KM પુલો પર, 25.87 KM ટનલ મારફતે જેમાં 7 KM લાંબી અંડરસી ટનલ અને 12.9 KMનો રૂટ જમીનની નીચે કે પહાડમાંથી બનાવવામાં આવી રહ્યો છે.

  1. Bullet Train : વલસાડના ઝરોલી ગામના પહાડમાં બુલેટ ટ્રેન માટે બની રહી છે 350 મીટર લાંબી ટનલ
  2. Bullet Train Vapi Station: ગુજરાત ગેટ-વે નજીક બુલેટ ટ્રેન પ્રોજેક્ટ પૂરજોશમાં, જાણો વાપી સ્ટેશનની સ્થિતિ
  3. મુંબઈ- અમદાવાદ હાઈ સ્પીડ રેલ કોરિડોર માટે ભારતમાં સૌથી ભારે PSC બોક્સ ગર્ડરનું કામ થયું શરૂ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.