- ધૂંદલવાડી ગામ સિસ્મોલોજીની દ્રષ્ટિએ અર્થક્વેક ઝોન
- અનેક નાના મોટા આંચકાની અસર વાપી સુધી વર્તાઈ છે
- ગામમાં પ્રશાસને કાયમી ટેન્ટની વ્યવસ્થા કરી છે
ધૂંદલવાડી: વલસાડ જિલ્લામાં અવારનવાર આવતા ધરતીકંપના આંચકાથી દર વખતે લોકો ગભરાટના માર્યા ઘર બહાર નીકળી જાય છે. પરંતુ ભૂકંપના કેન્દ્રબિંદુ પર જ વસેલા પાલઘર ધૂંદલવાડી ગામના લોકોએ જીવ તાળવે ચોંટાડીને રહેવું મજબૂરી છે. આ ગામ મોટેભાગે આદિવાસી વસ્તી ધરાવતું ગામ છે અને માત્ર ખેતી પર નિર્ભર રહેતા લોકો સામાન્ય ઘરોમાં વસવાટ કરે છે.
આ પણ વાંચો: મહારાષ્ટ્રના ભૂકંપના આફ્ટર શોકથી વલસાડની ધરા ધ્રૂજી, લોકોમાં ફેલાયો ભયનો માહોલ
ટેન્ટ છતાં ચોમાસુ-ઠંડીમાં બિનઉપયોગી
ગામમાં મહારાષ્ટ્ર પ્રશાસન દ્વારા NDRFની ટીમને મોકલી ભૂકંપ સમયે કેવી રીતે બચવું તેની ટ્રેનિંગ અને માર્ગદર્શન આપવામાં આપ્યું છે. સાથે જ ટેન્ટની વ્યવસ્થા કરી છે. પરંતુ વરસાદી માહોલ અને ઠંડીની સીઝનમાં જ વધુ પડતા આંચકા આવતા હોય છે. ત્યારે, લોકો બહાર ટેન્ટમાં આશરો મેળવી શકતા નથી. એટલે, પ્રશાસને તે માટે યોગ્ય વ્યવસ્થા કરવી જોઈએ.
ઓક્ટોબર, નવેમ્બર અને ડિસેમ્બર મહિનામાં આવે છે મોટા આંચકા
ધુંદલવાડી ગામમાં આદિવાસી સમાજ અને અન્ય વેપારી સમાજની વસ્તી છે. જેઓ માટે ભૂકંપના આંચકાઓ સાથે રહેવું મજબૂરી છે. આમ, લોકોમાં ગભરાટનો માહોલ પ્રવતી રહ્યો છે. ત્યારે, ઓક્ટોબર, નવેમ્બર અને ડિસેમ્બર મહિનો દરેક મકાનમાં વસવાટ કરતા લોકો માટે અતિશય કઠિન મહિના ગણાય છે.
આ પણ વાંચો: મહારાષ્ટ્ર-ગુજરાતની સરહદી ધરા ફરી ધણધણી: 4 કલાકમાં 3.3ની તીવ્રતા સુધીના 8 આંચકા
તકલાદી હાઇરાઇઝ્સ ઇમારતો પર અંકુશ
ઉલ્લેખનીય છે કે, ધૂંદલવાડીથી વાપી વચ્ચે અંદાજીત 40 કિલોમીટરનું અંતર છે. દિવસેને દિવસે આ વિસ્તારમાં હાઇરાઇઝ્સ ઈમારતોનો રાફડો ફાટતો જાય છે. ત્યારે, હાઇરાઇઝ્સ ઇમારતો બનાવતા બિલ્ડરો, ડેવલોપર્સને જો તંત્ર નાથવામાં સફળ નહીં રહે તો, ભૂકંપ સમયે થનારી ખુવારીને રોકવામાં તંત્ર સંપૂર્ણ નિષ્ફળ જશે તેવું નિષ્ણાતોનું માનવું છે.