ETV Bharat / state

ચૂંટણી પ્રચારના કાર્યક્રમમાં રાજ્યપ્રધાન રમણલાલ પાટકરની તબિયત લથડી - By election

કપરાડા વિધાનસભાની પેટા ચૂંટણીના અનુસંધાને કપરાડાના અંતરિયાળ ગામ સિલધા ખાતે વારલી સમાજનું સ્નેહમિલન અને ચૂંટણી પ્રચારનો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ભાજપના નેતા અને રાજ્યપ્રધાન રમણલાલ પાટકર ઉપસ્થિત રહ્યા હતાં. જો કે, અસહ્ય ગરમીને કારણે સુગર લેવલ ઘટી જતાં રમણલાલ પાટકરની તબિયત લથડી હતી.

રમણલાલ પાટકર
રમણલાલ પાટકર
author img

By

Published : Oct 8, 2020, 3:58 PM IST

વલસાડ: વિધાનસભાની કપરાડા બેઠકની આગામી પેટા ચૂંટણીના અનુસંધાને કપરાડાના અંતરિયાળ સિલધા ગામે વારલી સમાજનું સ્નેહમિલન અને ચૂંટણી પ્રચારના કાર્યક્રમનું આયોજન કરાયું હતું. આ કાર્યક્રમમાં રાજ્યપ્રધાન રમણલાલ પાટકર સહિત જીતુ ચૌધરી, વલસાડ જિલ્લા પ્રમુખ અને ધારાસભ્ય કનુ દેસાઈ ઉપરાંત સુરત, ધરમપુર અને વલસાડના ધારાસભ્યો પણ ઉપસ્થિત રહ્યા હતાં.

ચૂંટણી પ્રચારના કાર્યક્રમમાં રાજ્યપ્રધાન રમણલાલ પાટકરની તબિયત લથડી

આગામી પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવારને જંગી બહુમતીથી જીતાડવા રમણલાલ પાટકરે ગ્રામજનોને આહ્વાન કર્યું હતું. કાર્યક્રમ દરમિયાન મુખ્ય વક્તા તરીકે રાજ્યપ્રધાન રમણલાલ પાટકર સંબોધન માટે ઉભા થયા ત્યારે અસહ્ય ગરમીને કારણે તેમનું સુગર લેવલ ઘટી જતાં ભાષણને અધવચ્ચે જ છોડવું પડ્યું હતું. જો કે, પાટકર થોડીવારમાં સ્વસ્થ થઈ જતાં સંબોધન કર્યું હતું અને 'ક્યારેક વધુ તાપ હોય ત્યારે આવું થાય છે. સુગર ઘટી જાય છે'. તેવી રમુજી વાત કરી આગામી પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવારને વિજયી બનાવવા ગ્રામજનોને અપીલ કરી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.