ETV Bharat / state

વલસાડમાં પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલના હસ્તે જ્યોતિ મિનારાનું થયું ઉદ્ઘાટન - વલસાડ અપડેટ

વલસાડ શહેરની ઓળખ સમા જ્યોતિ મિનારાનું અંદાજીત રૂપિયા ૪ કરોડના ખર્ચે રિનોવેશન કર્યા બાદ શનિવારે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલના હસ્તે શહેરની જનતા માટે ખુલ્લો મુકવામાં આવ્યો છે. આ પ્રસંગે સી આર પાટીલે ખેડૂત આંદોલનમાં કોંગ્રેસીઓનો હાથ હોવાનું જણાવ્યું હતુ. સાથે જ કહ્યુ કે, ખેડૂત આંદોલન સરકારનો વિરોધ છે. જેને દેશદ્રોહ જ કહી શકાય, તેમને એક્સપ્રેસ હાઇવે અને બુલેટ ટ્રેનના જમીન સંપાદનના ભાવો અંગે પણ ઉલ્લેખ કર્યો

વલસાડમાં પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલના હસ્તે જ્યોતિ મિનારાનું થયું ઉદ્ઘાટન

author img

By

Published : Dec 26, 2020, 10:15 PM IST

  • 4 કરોડના ખર્ચે રીનોવેશન કલ્યાણ બાગનો જ્યોતિ મિનારો ખુલ્લો મુકાયો
  • ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલના હસ્તે કલ્યાણ બાગને ખુલ્લો મુકાયો
  • 1 વાગ્યેનો કાર્યક્રમ અઢી કલાક મોડો શરૂ થયો
  • પાલિકાના કાર્યક્રમમાં ખેડૂત પ્રત્યે સરકારની સહાનુભૂતિ વિશે માહિતી

વલસાડઃ શહેર નગરપાલિકા દ્વારા શહેરની મધ્યમમાં આવેલા જ્યોતિ મિનારા અને કલ્યાણ બાગના અને જર્જરિત બનેલા વલસાડની ઓળખ એવા જ્યોતિમિનારાના અંદાજીત રૂપિયા 4 કરોડના ખર્ચે તેને ફરીથી નવ પલ્લીત કરીને વલસાડની જનતા માટે સમર્પિત કરવામાં આવ્યો હતો.

વલસાડમાં પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલના હસ્તે જ્યોતિ મિનારાનું થયું ઉદ્ઘાટન

કઈ કઈ સુવિધાઓ ઉપલબ્ધ

4 કરોડના ખર્ચે કલ્યાણ બાગમાં કરવામાં આવેલા રીનોવેશન બાદ અહીં બાળકો માટે ઝુલા લપસણી, વોક વે, સિનિયર સીટીઝન માટે બાંકડા ફુવારા સહિતની અનેક સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે.

જમીન વિહોણા ખેડૂતોને યોગ્ય વળતર આપવાની સાંત્વના

આ કાર્યક્રમ દરમિયાન ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ દ્વારા એક્સપ્રેસ હાઇવે તેમજ બુલેટ ટ્રેનમાં જે ખેડૂતોની જમીન જાય છે એવા જમીનવિહોણા ખેડૂતોને સરકાર દ્વારા યોગ્ય વળતર ચૂકવવામાં આવશે એવો સાંત્વના આપી હતી. તેમણે કહ્યું કે, નવસારી જિલ્લામાં સારા એવા પ્રમાણમાં ખેડૂતોને વળતર આપવામાં આવ્યું છે. વલસાડ જિલ્લામાં પણ યોગ્ય વળતર મળે તે માટે ટૂંક જ સમયમાં વિશેષ બેઠક યોજી નિર્ણય લેવામાં આવશે.

ખેડૂત આંદોલન અંગે સી.આર. પાટીલે કોંગ્રેસ પર કર્યો પ્રહાર

પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે ખેડૂત આંદોલન અંગે જણાવ્યું કે, ખેડૂત આંદોલન ચાલતું નથી પરંતુ ચલાવવામાં આવી રહ્યું છે. સરકારના કૃષિ બિલનો વિરોધ એ વિરોધ નથી, દેશદ્રોહ ગણાવી શકાય છે. આ આંદોલન પાછળ કેટલાક તત્વો પોતાનો રોટલો શેકી રહ્યો હોવાનું પણ જણાવ્યુ હતું.

ભાજપના અનેક કાર્યકરો કાર્યક્રમમાં ઉપસ્થિત

આ સમગ્ર કાર્યક્રમ દરમિયાન વલસાડ જિલ્લા સાંસદ કે.સી પટેલ, ધારાસભ્ય ભરત પટેલ, પારડીના ધારાસભ્ય કનુ દેસાઇ, ધરમપુરના ધારાસભ્ય અરવિંદ પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખ હેમંત કંસારા સહિત ભાજપના અનેક હોદ્દેદારો કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.