JCI ઇન્ડિયાના રાષ્ટ્રીય પ્રમુખ JC શિરીષ ડૂન્ડુએ ઝોન 8ની મલ્ટી ચેપ્ટર સત્તાવાર મુલાકાત લીધી હતી. આ પ્રસંગે ગુરુવારે બલીઠાના ગરીબ સગર્ભા બહેનો, 0 થી 1 વર્ષના બાળકો અને જરૂરિયાતમંદ કુટુંબોને મિશન - 2019 પ્રોજેક્ટ અંતર્ગત 250થી વધુ મચ્છરદાનીનું વિતરણ કરાયું હતું.
કાર્યક્રમમાં રાષ્ટ્રીય પ્રમુખની ઉપસ્થિતિમાં JCI વાપીનો મેગા પ્રોજેક્ટ કોમ્યુનિટી એમ્પાવરમેન્ટ, વાપી ડાન્સ પ્લસ, ડાન્સ વર્કશોપ અને કોમ્પીટીશનનું પ્રમોશન તથા નવા JCI મેમ્બરની શપથવિધિ યોજાઈ હતી.
JCI ના નેશનલ પ્રેસિડેન્ટે લીધી વાપીની મુલાકાત આ પ્રસંગે શિરીષ ડૂન્ડુએ જણાવ્યું હતું કે, JCI એ યુનાઇટેડ નેશનના સહકારથી ચાલતી સામાજિક સંસ્થા છે. આ સંસ્થાનો ઉદેશ્ય દેશમાં લોકોને મચ્છરજન્ય રોગમાંથી મુક્તિ અપાવવી, લોકોને આરોગ્યપ્રદ અને જરૂરિયાત મુજબ સેવા આપવી છે. હાલમાં જ JCI દ્વારા વલસાડ જિલ્લામાં લોકોને ડેન્ગ્યુ, મલેરિયા જેવા રોગથી બચાવવા 2500 મચ્છરદાનીનું વિતરણ કર્યુ છે. આ ઉપરાંત શાળા અને અન્ય સંસ્થાઓમાં પાણીજન્ય રોગોથી બચવા સુજલ યોજના હેઠળ RO પ્યુરીફાયરનું પણ વિતરણ કરવામાં આવ્યું છે. કેટલાક સ્લમ વિસ્તારમાં શૌચાલય બનાવવાની પણ કામગીરીઓ બજાવી છે.દેશમાં 82 ટકા મહિલાઓ માસિકધર્મમાં યોગ્ય માર્ગદર્શનના અભાવે બીમારીમાં સપડાઈ રહી છે. જે માટે પ્રયાસ નામનો ખાસ કાર્યક્રમ હાથ ધરાયો છે. આ કાર્યક્રમ થકી દેશમાં અત્યાર સુધીમાં 2 હજાર કેમ્પ કરી મહિલાઓને માસિકધર્મ અંગે યોગ્ય માર્ગદર્શન આપી જાગૃતિ લાવવાનો અનોખો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. તેમણે વધુમાં દેશના નાગરિકોને અપીલ કરી હતી કે આ કાર્યમાં તેઓ પણ તેની સાથે જોડાય અને એક નવી દુનિયાના નિર્માણના આ કાર્યમાં સહભાગી બને.કાર્યક્રમમાં JCI વાપી, JCI વલસાડ અને JCI પારડીના પ્રમુખ તેમજ અન્ય હોદ્દેદારોની ઉપસ્થિતિમાં હોટલમાં વેલકમ સેરેમનીનો કાર્યક્રમ યોજાયો હતો.