ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન સ્વ.મોરારજીભાઈ દેસાઈનો જન્મ દિવસ 29 ફેબ્રુઆરી એટલે કે, લીપયરમાં જ આવે છે. આ વર્ષે 29 ફેબ્રુઆરી આવનાર છે ત્યારે તેમના ગામ વલસાડના ભદેલી ખાતે ગુજરાતના મુખ્યપ્રધાન તેમના સ્ટેચ્યુના અનાવરણ માટે આવશે એવી ચર્ચાએ જોર પકડ્યું છે. આ બધાની વચ્ચે એક રસપ્રદ વાત જાણવા મળી છે કે, ભદેલી ગામમાં આજે પણ મોરારજીભાઈ જ શૈશેવ કાળના સ્મરણો સચવાયેલા છે. તેમની આ શાળા1861માં બની હતી. જે આજે પણ અદલ તે સમયના જેવી જ જોવા મળે છે.
વલસાડ જિલ્લાના ભદેલી ગામે સને 1896માં 29 ફેબ્રુઆરીના રોજ રણછોડજી દેસાઈને ત્યાં પુત્ર તરીકે જન્મ લેનાર મોરારજી ભાઈનું બાળપણ ભદેલીમાં જ વીત્યું તેમને સને 1901 થી ભડેલી ગામે તળાવ કિનારે આવેલું સને 1861માં શરૂ થયેલી પ્રાથમિક શાળામાં અભ્યાસ શરુ કર્યો હતો. આજે પણ આ સ્કૂલ ઐતિહાસિક પુરુષના સ્મરણો સાથે સચવાયેલી છે. મોરારજીભાઈ શૈશવ કાળથી જ ભણવામાં હોશિયાર રહ્યા હતા. વળી, તેઓ સ્કૂલમાં જે ઓરડામાં બેસીને અભ્યાસ કરતા અને જે પાટલી પર બેસીને અભ્યાસ કરતાં એ પાટલી આજે પણ આ પૌરાણિક સ્કૂલમાં મોજુદ છે. સાથે જ સ્કૂલના આંગણે એક વડલાનું વૃક્ષ છે જેના નીચે તેઓ બેસી જે મિત્રો સાથે ક્રીડા કરતા હતા.
આ ઉપરાંત તેઓ જે વર્ગખંડમાં બેસતા હતા ત્યાં આજે તેમની તસવીર મૂકવામાં આવી છે. સરકાર દ્વારા આવી ધરોહરને સાચવી રાખવી જોઈએ. જેથી આવા પ્રતિભાશાળી પુરુષોને આવનારી પેઢીઓ ઓળખી અને જાણી શકે.
આજે તેમની શાળામાં બાળકો પ્રાર્થના હૉલ તરીકે ઉપયોગ કરવામાં આવે છે. બાળકો ત્યાં બેસી પ્રાર્થના કર્યા બાદ સ્કૂલના શિક્ષણનો પ્રારંભ કરે છે. જો કે, 29 ફેબ્રુઆરી 2020ના રોજ સ્વ.મોરારજી દેસાઈની જન્મ જ્યંતી આવી રહી છે. ત્યારે એમની જન્મ જ્યંતી નિમિત્તે તેમના ગામની પાદરે આવેલા તળાવ કિનારે તેમની બનેલી પ્રતિમાના અનાવરણ માટે ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણી હાજર રહે એવી શક્યતા છે.
નોંધનીય છે કે, મોરારજીભાઈ પ્રથમ ખેડા જિલ્લામાં પ્રાંત અધિકારી અને ત્યાર બાદ પ્રાંતિજ તાલુકામાં ફરજ બજાવી હતી. તેઓ 1922માં ભરૂચના ડેપ્યુટી કલેકટર હતા. તો 1924માં ગોધરામાં ડેપ્યુટી કલેકટરનો હ