ETV Bharat / state

વલસાડ-ગુંદલાવ બ્રિજ પર દંપતિને નડ્યો અકસ્માત, વાહન ટક્કરથી નીચે પટકાયેલી મહિલાના માથે ટ્રકનું ટાયર ફરી વળ્યું - accidents in valsad

વલસાડના ગુંદલાવ ઓવરબ્રિજ પર બાઇક દ્વારા પસાર થઇ રહેલા એક દંપતિને અજાણ્યા વાહને ટક્કર મારતા દંપતિ પૈકી મહિલા રોડ ઉપરથી નીચે પટકાઈ હતી, તે પછી પાછળથી આવતી અન્ય એક ટ્રકનું ટાયર મહિલાના માથા પરથી ફરી વળતા મહિલાનું ઘટનાસ્થળે કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. આ દંપતિ વલસાડથી સુરત જઇ રહ્યા હતા.

વલસાડ-ગુંદલાવ બ્રિજ પર દંપતિને નડ્યો અકસ્માત, વાહન ટક્કરથી નીચે પટકાયેલી મહિલાના માથે ટ્રકનું ટાયર ફરી વળ્યું

author img

By

Published : Dec 17, 2020, 7:45 PM IST

  • અજાણ્યા વાહને બાઇકસવાર દંપતિને ટક્કર મારતા બાઈક પરથી મહિલા રોડ પર ફંગોળાઇ હતી
  • પાછળથી આવતી ટ્રકનું ટાયર યમદૂત સમાન બન્યું
  • વલસાડ નજીકના નવેરા ગામનું આ દંપતિ સુરત જઇ રહ્યું હતું
  • અકસ્માતમાં પતિનો થયો ચમત્કારિક બચાવ
    વલસાડ-ગુંદલાવ બ્રિજ પર દંપતિને નડ્યો અકસ્માત

વલસાડ: વલસાડ નજીક આવેલા નવેરા ગામથી પોતાની બાઇક લઇને સુરત તરફ જઇ રહેલા અશોકભાઈ પટેલ અને તેમના ધર્મપત્ની પારૂબેન એક સગાને ત્યાં સુરત તરફ જઇ રહ્યા હતા. તેઓ ગુંદલાવ બ્રિજ ઉપરથી પસાર થઇ રહ્યા હતા તે વખતે તેમની બાઇકને અજાણ્યા વાહને ટક્કર મારતા બાઈક ચલાવી રહેલા અશોકભાઈએ બેલેન્સ ગુમાવ્યું હતું અને પાછળ બેસેલા તેમના ધર્મપત્ની પારૂબેન રોડ પર પટકાયા હતા.

બાઇક સવાર દંપતિને અજાણ્યા વાહને મારી હતી ટક્કર

પૂરપાટ ઝડપે આવતી ટ્રકનું ટાયર માથાના ભાગે ફરી વળ્યું

અજાણ્યા વાહનચાલકે બાઇકને ટક્કર માર્યા બાદ અશોકભાઈ પટેલે બાઈક પરનું બેલેન્સ ગુમાવ્યું હતું અને પાછળ બેસેલા તેમના ધર્મપત્ની પારૂબેન રોડ ઉપર ફંગોળાઇને નીચે પડ્યા હતા. તેમની પાછળ પૂરપાટ ઝડપે આવી રહેલી અન્ય એક ટ્રકનું ટાયર પારુબેનના માથા ઉપરથી પડી જતા તેમનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યુ મોત નીપજ્યું હતું. અચાનક બનેલી આ ઘટનાને પગલે આસપાસના લોકો ભેગા થઇ ગયા હતા અને પોલીસને જાણ કરી હતી, જે બાદ ઘટના સ્થળે પોલીસ પહોંચી હતી અને મૃતદેહને પીએમ માટે રવાના કરવામાં આવ્યો હતો. પોલીસે ટક્કર મારનાર આ અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરવા તજવીજ હાથ ધરી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.