વલસાડ: જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી કામ કરી રહેલી વલસાડ ડિસ્ટ્રિક્ટ નેટવર્ક ઓફ પીપલ લિવિંગ વિથ એચઆઈવી સંસ્થાના સહયોગથી જિલ્લાના જરૂરીયાતમંદ એચઆઇવી પોઝિટિવ લોકો કે, જેઓ વિધવા ધાત્રી માતાઓ સગર્ભા બહેનો માઈગ્રન્ટ તેમજ અનાથ બાળકો કુલ 64 જેટલા લોકોને અક્ષય પાત્ર ફાઉન્ડેશનના સહયોગથી અનાજની કિટનું વિતરણ કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. તેમને અનાજના કિટમાં ચોખા દાળ તેલ મસાલા સહિતની જીવન નિર્વાહની ચીજવસ્તુઓ આપવામાં આવી હતી.
આ કાર્યક્રમ દરમિયાન સિવિલ હોસ્પિટલના ડોક્ટર અમિતભાઇ બાળ સુરક્ષા અધિકારી, જાસ્મિન પંચાલ, અક્ષય પાત્ર ફાઉન્ડેશનમાંથી પ્રફુલ એઆરટી સેન્ટરના મેડિકલ ઓફિસર મનાલી બેન દમણથી આવેલા પંકજ મિસ્ત્રી તેમજ તેમના ધર્મપત્ની કે, તકી બેન હિતેશ સહિત ઉપસ્થિત રહેલા લોકોએ એચઆઇવી પોઝિટિવ લોકોને સમાજમાં પોતાનું સ્થાન કેવી રીતે જાળવી રાખવું તેમજ પોતાની સાથે આવેલી બિમારીને સાથે રાખી જીવનનિર્વાહ કેવી રીતે કરવો તે અંગે પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. તેમજ આ તમામ લોકોને જો કોઈ અગવડ હોય તો તેવા સમયે જિલ્લા વહીવટી તંત્ર તેમજ સંસ્થા દ્વારા તેઓને મદદરૂપ થવા માટેની પણ તૈયારી દર્શાવી હતી.
દાદરા અને નગર હવેલીમાં ચાલતા અક્ષય પાત્ર ફાઉન્ડેશન દ્વારા 64 જેટલા લોકોને અનાજ કિટનું વિતરણ કરાયું હતું. જેમાં 35 વિધવા બહેનો, ધાત્રી માતાઓ 3 સગર્ભા માતાઓ 4 પ્રવાસી લોકો 11 અને અનાથ બાળકો સહિત 64 જેટલા લોકોને અનાજની કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું.