વલસાડઃ દેશમાં વધી રહેલ કોરોના વાઈરસના પગલે વલસાડ કાંઠા વિસ્તારમાંથી અંદાજીત 500થી વધુ ફિસિંગ બોટ મુંબઈ, ગોવા દરિયાની અંદર ફિસિંગ કરવા ગઈ હતી. જેઓ કોરોના વાઈરસના પગલે 21 દિવસ ભારત લૉકડાઉન થતા મધદરિયે અટવાઈ પડ્યા હતા.
તમામ બોટના માલિકોએ પોતાની બોટ અને બોટની અંદર રહેલા ખલાસીઓને પરત લાવવા કવાયત હાથ ધરી હતી. ત્યારે આજરોજ વલસાડના કોસંબા,દાંતી,હિંગળાજ,ભદેલી ગામ મળી અંદાજીત 40થી વધુ ફિસિંગ બોટ પરત વલસાડ આવી હતી.
કિનારે જિલ્લા આરોગ્યની ટીમ તમામ બોટ પરના ખલાસીઓની મેડિકલ ચેકઅપ કર્યા બાદ તમામ ખલાસીઓને લગભગ 10 દિવસ સુધી બોટ કોરોન્ટાઈન માટે અપીલ કરી હતી. અન્ય કોઈ ખલાસીને કોરોનાનો ચેપ ન લાગે અને પરિવાર સુરક્ષિત રહે એવા પ્રયાસ કર્યા હતાં.
નોંધનીય છે કે, આગામી હજુ બે દિવસ માં વધુ બોટો પરત ફરશે એવી ચર્ચાઓ સ્થાનિકોમાં સંભાળવા મળી રહી છે. ત્યારે જો હજુ વધુ લોકો પરત ફરતા હોય તો આરોગ્ય વિભાગની કામગીરી વધી જશે એવું માનવામાં આવી રહ્યું છે.